રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરાશે: આગામી 15 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ થશે

સર્વેના આધારે રાજ્ય સરકાર વળતર ચૂકવશે: SDRFના ધોરણો પ્રમાણે 33%થી વધુ નુકસાન સામે વળતર મળશે

રાજ્યનાં સંવેદનશીલ CM રૂપાણીએ અતિવર્ષાથી બેહાલ બનેલા ખેડૂતો પર ફરી એક વખત વ્હાલ વરસાવ્યું છે. તેમની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિનો સામનો કરી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદથી ખેતીના પાકને જે નુકસાન થયું છે તે અંગે સર્વે કરાશે. આગામી 15 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરાશે. ખેડૂતો માટે ગુજરાત સરકારે આજે એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે સર્વેના આધારે રાજ્ય સરકાર વળતર ચૂકવશે. SDRFના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. 33%થી વધુ નુકસાન સામે વળતર ચૂકવાશે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં કૃષિને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા થઈ હતી. રાજ્યના ખેડૂતો ઉત્પાદન લઇ રાજ્ય અને દેશની સેવા કરે છે. ખરીફ સીઝન દરમિયાન સવા સો ટકા વરસાદ પડયો છે. કેટલાક વિસ્તારમાં સતત અવિરત પણે વરસાદ અવિરત વરસાદ થયો છે. sdrfના ધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સરકાર સહાય આપશે. રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયા છે. આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે.