માનવતા મરી ગઇ હોય તેવી ઘટના વેરાવળનાં સીડોકર ગામમાં બની છે. રાત્રીનાં સમયે અજાણ્યા ક્રુર શખ્સોએ ખુંટિયાનાં પેટમાં ભાલો મારી દીધો હતો. એટલું જ નહી ભાલો ખુંટિયાનાં પેટમાંથી આરપાર નિકળી ગયો હતો.
આ બનાવની જાણ ગૌપ્રેમીને થતા તાત્કાલીક શાંતિપરાનાં પાટિયા પાસે આવેલી જય દ્વારકાધીશ ગૌ સેવાની હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. અને ભાલો બહાર કાઢ્યો હતો. જોકે ખુંટિયાનાં પેટનાં ભાગે ભંગીર ઇજા પહોંચી હોય વધુ સારવાર માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાનાં પગલે વિસ્તારનાં પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને આવા ક્રુર તત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.