સમગ્ર દેશ જ્યારે કોરોના સંક્રમણ માં ઘેરાયેલો છે અને દિવસે અને દિવસે સમગ્ર દેશમાં કોરોના સંક્રમનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાત કરીએ જૂનાગઢ જિલ્લાની તો હાલ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસ નો આંક 2000 ને પાર થઈ ચૂક્યો છે અને હાલ પણ સતત કોરોના સંક્રમણ માં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર મુકામે આજરોજ આયુષ મંત્રાલય ગાંધીનગર દ્વારા કોરોના ની ગંભીર મહામારી સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય અને કોરોના સંક્રમણમાં ઘટાડો થાય તેવા એકમાત્ર અનુસંધાને આજરોજ વંથલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સંઘ ના કાર્યકર્તાઓ દ્વારા આયુર્વેદિક દવા તેમજ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું..અને આ વિનામૂલ્યે દવાના વિતરણનો લાભ વંથલી શહેરની જનતાએ લીધો હતો…