– ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ રોડ દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં ગુરૂવારના સવારે થયેલા એક ગંભીર એક્સિડેન્ટમાં 5 લોકોની ઘટનાસ્થળે મૃત્યુ થઇ ગઇ છે. મૃતકોમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત યમુના એક્સપ્રેસ વે પર થયો, જેમાં 2 લોકો ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની સારવાર માટે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
પોલીસએ આપેલી જાણકારી મુજબ, ગાડી આગ્રાથી નોઇડા જઇ રહી હતી. અકસ્માત જેવર ટોલ પ્લાઝા પહેલા 40 કિલોમીટર સ્પીડથી પસાર થઇ છે. અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો. બોલેરી ગાડી ટ્ર્કમાં પાછળથી અથડાય. જેમાં ગાડીમાં બેઠેલા 7 લોકોમાંથી 5ના તો ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જેવરના નજીકની કૈલાશ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા. પોલીસએ ટ્રકને જપ્ત કરી લીધો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર 4 લોકો મહારાષ્ટ્રના પુણેના બારામતીના, જ્યારે 1 મહિલા કર્નાટકના બેલગામના રહેવાસી હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ રોડ દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે મૃતકોના પરિવારને શાંતવના પાઠવી છે. તેમજ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને યોગ્ય સારવાર મળી રહે તેવા આદેશ આપ્યા છે.