ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવમાં થઈ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અને વિવિધ પ્રોજેક્ટના યોગ્ય અમલીકરણ માટે દીવના પ્રવાસે છે.
ૠ-20 સંબંધિત દીવ જિલ્લાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમ કે સમર હાઉસ, હેરિટેજ વોકવે, ફુડમ ગંગેશ્વર મહાદેવ મંદિર, બ્રિજ પાસે પ્રોમેનેડ પ્રોજેક્ટ, કેબલ કાર, સર્કિટ હાઉસ, પાણીબાઈ સ્કૂલ. અને જૂની સરકારી હોસ્પિટલ વગેરે અને સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને યોગ્ય સૂચનાઓ આપી હતી.દીવના વિકાસ પ્રકલ્પોને લગતા મહત્વના એકશન પોઈન્ટ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને આ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ દિવ સમીક્ષા પ્રવાસના ત્રીજા દિવસે પ્રફુલ પટેલ સવારે ઘોઘલા પીએમ નિવાસ, બુચરવાડા ખાયે મુલાકાત લીધી હતી. અને જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યાર બાદ વિવિધ પ્રોજેક્ટ અંગે એના અધિકારીઓ સાથે એક મિટિંગ દરમિયાન પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને જરૂરી સૂચનો આપ્યા. અને સાંજે આગામી ૠ-20 મિટિંગ માટે ની તૈયારીઓ જેવી અનેક બાબતો માટે એક મિટિંગનુ આયોજન થયુ હતુ.