દુશ્મન દેશોના રડાર સ્ટેશનો, વાયુ રક્ષા એકમોની હવાથી જમીન પર સ્પષ્ટ તસ્વીર આ વિમાનથી મળશે : અમેરિકા જેવા દેશો પાસે છે આ ટેકનિક
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.09
સેનાને ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન મળી શકે છે. રક્ષા મંત્રાલય ત્રણ અત્યાધુનિક જાસૂસી વિમાન ખરીદવા માટે 10 હજાર કરોડના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. આથી વાયુસેનાને દુશ્મનના ઠેકાણા જેમકે રડાર સ્ટેશનો, વાયુ રક્ષા એકમો અને અન્ય મોબાઈલ વસ્તુઓ પર મજબૂત હુમલા માટે હવાથી જમીન પર સ્પષ્ટ તસ્વીર મળી શકશે. ગુપ્તચર દેખરેખ, લક્ષ્ય પ્રાપ્તિના આઈ-સ્ટાર વિમાન માટે 10 હજાર કરોડના પ્રોજેકટની આ યોજનાને આ મહિને યોજાનારી રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેન્કમાં રાખવામાં આવે તેવી આશા છે. આઈ-સ્ટાર વિમાન હવાથી જમીન પર વોચ રાખે છે, જેથી મજબૂત હુમલો કરવામાં મદદ મળી શકે. અમેરિકા, બ્રિટન, ઈઝરાયેલ જેવા કેટલાક દેશોની પાસે આ ટેકનીક છે.
- Advertisement -
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા વિકસીત કરવામાં આવી રહેલા જાસૂસી વિમાન પ્રોજેકટમાં બોઈંગ અને બોમ્બાર્ડિયર સહિત વિદેશી નિર્માતાઓ દ્વારા ખુલેલ નિવિદા (ટેન્ડર)ના માધ્યમથી ત્રણ વિમાનોની ખરીદી સામેલ છે. આ વિમાનો પર ઓન બોર્ડ સિસ્ટમ પુરી રીતે સ્વદેશી હશે, કારણ કે ડીઆરડીઓના સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ્સે તેને પહેલાથી જ સફળતાપુર્વક વિકસીત કરી દીધા છે.