કંડક્ટર-પેસેન્જરનાં મોત; આઠ લોકો ઈજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ ખેડા
કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત થયું છે, જ્યારે આઠથી વધું લોકોને ઈજા પહોંચી છે. બીજી તરફ બસના આગળના ભાગનો ફુરચા થઈ ગયા હતા.
- Advertisement -
કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવે પર આજે સોમવારે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ હાઈવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોરદાર ટક્કરને પગલે ત્રણેય વાહનને મોટું નુકસાન થયું છે. એસટી બસના કંડક્ટર તેમજ એક પેસેન્જર કે જે રિટાર્યડ એસટી ડ્રાઈવર હતો જેનું ઘટનાસ્થળે કરુણ મોત નિીપજ્યું છે. આ ઉપરાંત એસટી બસમાં સવાર સહિત અન્ય વાહનના મળી કુલ આઠ ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. આ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળ કાર્યવાહી હાથ ધરી રહી છે.
અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ આ અકસ્માતમાં એસ.ટી.નો કંડક્ટર સંજયભાઈનું મૃત્યુ થયું છે. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરી રહેલા એસ.ટી.ના રિટાયર્ડ ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યા છે. આમ બેના મોત જ્યારે 8થી વધુ વ્યક્તિઓને ઈજા થઈ છે.આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્યના પીઆઈ એ.આર.ચૌધરીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં બે લોકોના મોત છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. આ મામલે ગુનો નોંધવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.