બંનેના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા પાંચ દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. નદી-નાળા છલકાયા છે. મોટા-મોટા ખાડામાં પણ પાણી ભરાયા હતા ત્યારે શહેરની નવી કોર્ટ બિલ્ડિંગ પાસે ખાડામાં પાણી ભરાયું હતું જેમાં બે બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે.
નવી કોર્ટ બિલ્ડિંગ પાસે કાળજું કંપાવનારી ઘટના ઘટી છે. કોર્ટ સામે પાણી ભરેલા ઉંડા ખાડામાં બે બાળકો ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને યુનિ. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ બંને બાળકોને બચાવવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હતું અને આ બંને બાળકોના ઘટના સ્થળે મૃત્યુ થતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. આ બંનેના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ
ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા છે.