મૃતકોમાં પતિ-પત્ની સાથે 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરાનો સમાવેશ
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડામાં ભારે બરફવર્ષાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ઼્યો છે. આ દરમિયાન કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં ઠંડીને કારણે મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે, જેમાં મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. એ ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતનાં પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કેનેડા-યુએસ બોર્ડર પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી ચાર લોકો થીજી જતા મોત નીપજ્યું છે. આ ઘટનાની વિદેશમંત્રી એસ.જયશંકરે પણ નોંધી લીધી છે. આ દરમિયાન આ ચારેય મૃતકો મૂળ મહેસાણાના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.જેમાં પતિ ઓળખ તેજસ પટેલ અને પત્નીની ઓળખ અલ્કા પટેલ તરીકે કરાઈ છે. એક 12 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા.
- Advertisement -
મૃતદેહ મળ્યા ત્યારે તાપમાન માઇનસ 35 ડિગ્રી હતું. ઠંડીમાં ઠુંઠવાઇ જતા મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ચારેય મૃતદેહ બોર્ડરથી 9 થી 12 મીટરના અંતરે મળ્યા હતા.