શુક્રવારે ઇઝરાયલે તેહરાન પર હુમલા કર્યા, જેમાં મુખ્ય પરમાણુ અને લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા અને ટોચના કમાન્ડરોની હત્યા કરવામાં આવી, જેના કારણે ઇરાન સાથે સંપૂર્ણ યુદ્ધનો ભય ફેલાયો.
ઇઝરાયલે ઇરાનની રાજધાની પર પરમાણુ અને લશ્કરી સ્થળોને નિશાન બનાવીને હુમલો કર્યો
- Advertisement -
ઈરાનના સેના પ્રમુખ અને ટોચના જનરલ હુમલામાં માર્યા ગયા
ઈરાને ઈઝરાયલ તરફ લગભગ 100 ડ્રોન મોકલીને બદલો લીધો
ઈરાને ઈઝરાયલી શહેરોને નિશાન બનાવ્યા
- Advertisement -
અહેવાલો અનુસાર,મિડિલ ઈસ્ટથી ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઈઝરાયલના ઘણા મોટા શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલી સેનાએ કહ્યું, ‘છેલ્લા એક કલાકમાં, ઈરાને ઈઝરાયલ પર ડઝનબંધ મિસાઈલો છોડી છે, જેમાંથી કેટલીકને અટકાવવામાં આવી છે.’ ઈરાને ઈઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમ પર હુમલો કર્યો છે. અગાઉ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો અને ઘણાં ટોચના ઈરાની અધિકારીઓના મોત થયા હતા.
ઈઝરાયલનું આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ!
ઈરાને તેલ અવીવમાં ઈઝરાયલી રક્ષા મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેને આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકવામાં નિષ્ફળ ગઈ છે. 24 કલાકની અંદર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ ઈરાને બદલો લીધો છે.
ઈઝરાયલના PMની ઈરાનને ચેતવણી
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે ઓપરેશન રાઈઝિંગ શરૂ કર્યું છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘આ તો માત્ર શરૂઆત છે. વધુ તબાહી હજુ થવાનો છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઈરાન દ્વારા ઈઝરાયલના અસ્તિત્વ માટે ઊભા થયેલા ખતરાને ખતમ કરવાનો છે.’