By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    3 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    3 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    3 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    3 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    5 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    5 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સલમાનને મારી નાખવાની ધમકી: પાંચ કરોડની માંગણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > સલમાનને મારી નાખવાની ધમકી: પાંચ કરોડની માંગણી
બોલીવુડરાષ્ટ્રીય

સલમાનને મારી નાખવાની ધમકી: પાંચ કરોડની માંગણી

Khaskhabar Editor
Last updated: 2024/10/18 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

‘સલમાન ખાનના હાલ બાબા સિદ્દીકીથી પણ ખરાબ થશે’: મુંબઇ ટ્રાફિક પોલીસને સલમાનના નામનો ધમકીભર્યો મેસેજ મળ્યો: મેસેજ કરનારે ખુદને લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો

સલમાન ખાન સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે મામલો વાસ્તવમાં લોકોને જે કહેવામાં આવી રહ્યો છે તેના કરતા મોટો હોઈ શકે છે
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ

- Advertisement -

મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ દેશભરમાં સનસનાટી મચી ગઈ હતી. શુક્રવારે બાબા સિદ્દીકીના નજીકના ફિલ્મ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેને ધમકી આપનાર વ્યક્તિએ વોટ્સએપ મેસેજ પર 5 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

જો કે પોલીસે આ ધમકી અંગે ખુલાસો કર્યો છે. આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, આને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્ર્નોઈ સાથેની દુશ્ર્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ ઘણી સતર્ક છે. ખાસ કરીને અભિનેતા સલમાન ખાનને લઈને. તેને બાબા સિદ્દીકીના પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે અને ઘણીવાર તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. શુક્રવારે સવારે જ્યારે તેને વોટ્સએપ મેસેજ પર ધમકી મળી ત્યારે પોલીસે તરત જ કોલ ઈન્ટરસેપ્ટ કર્યો હતો. તેણે કહ્યું કે આ વોટ્સએપ મેસેજ ન તો લોરેન્સ બિશ્ર્નોઈ દ્વારા મોકલવામાં આવ્યો હતો કે ન તો કોઈ ગેંગસ્ટર દ્વારા. તે એક ટીખળ વોટ્સએપ મેસેજ હતો. પોલીસે કહ્યું કે આ કોઈની ટીખળ હતી.

મુંબઈ પોલીસે ધમકીભર્યો વોટ્સએપ મેસેજ મોકલનાર વ્યક્તિની શોધ શરૂ કરી છે. બોલિવૂડ સ્ટારને છેલ્લા કેટલાક મહિનાઓથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. સિદ્દીકીની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય હજુ પણ ફરાર છે. બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં તપાસ કરવામાં આવી રહેલી લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનું સીધું કનેક્શન છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ જારી કરી હતી.

- Advertisement -

સલમાન ખાન સાથે સંબંધિત એક સૂત્રએ જણાવ્યું હતું કે અભિનેતાનો પરિવાર અને તેના મિત્રો બહાદુરી બતાવી રહ્યા હોવા છતાં તે અંદરથી ખૂબ જ પરેશાન અને ડરેલા છે. તેઓ એવી આશા પણ સેવી રહ્યા છે કે સરકાર અને પોલીસ આ કેસ સાથે સંબંધિત સાચા ગુનેગારને પકડી લેશે. સલમાન ખાન સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે મામલો વાસ્તવમાં લોકોને જે કહેવામાં આવી રહ્યો છે તેના કરતા મોટો હોઈ શકે છે. બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનને મળેલી ધમકી પર સૂત્રએ કહ્યું હતું કે, સ્વાભાવિક રીતે લોરેન્સે આ બધાની જવાબદારી લીધી છે. પરંતુ ઘણાને લાગે છે કે આ બધુ નાટક કોઈ મોટા ષડયંત્રને છુપાવવા માટે કરવામાં આવી રહ્યું છે. શું કોઈ માટે જેલમાંથી આ બધું કરવું આટલું સહેલું છે? વળી, સલમાનને ડરાવવા માટે કોઈ બાબા સિદ્દીકી પર હુમલો કેમ કરશે તે અંગે પણ અનેક સવાલો ઉભા થાય છે. આ વર્ષની શરૂઆતમાં, સલમાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેને શંકા છે કે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ તેના ઘરની બહાર તેના પર હુમલો કરે છે અને આ તેને અને તેના પરિવારના લોકોને મારવાના ઈરાદાથી કરવામાં આવ્યું હતું. સલમાનનું નિવેદન પોલીસે આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટનો એક ભાગ છે. સલમાને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ નકલી ઓળખ દ્વારા પનવેલ નજીક તેના ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: Lawrence Bishrnoi, Salman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયપુરમાં RSSના 10 સ્વયંસેવક પર જીવલેણ હુમલો
Next Article આ છે અસ્વચ્છ રાજકોટ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?