ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાનું બધાને ગમે છે પણ શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપવામાં આવે છે પણ જણાવી દઈએ કે શિયાળામાં આઈસ્ક્રીમથી નુકસાન નહીં પણ ફાયદો થાય છે.
ઘણીવાર આપણએ બધા એ સાંભળ્યું અને વાંચ્યું હશે કે શિયાળામાં આપણે ગરમ તાસીરવાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી શરીર ગરમ અને એનર્જી રહે. ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાનું બધાને ગમે છે પણ શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરિવારમાં પણ દરેક વ્યક્તિ આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે કારણ કે બધાને એમ છે કે શિયાળામાં તેના સેવનથી શરદી-ખાંસી થઈ શકે છે પણ એવું નથી. શિયાળામાં આઈસ્ક્રીમથી નુકસાન નહીં પણ ફાયદો થાય છે.
- Advertisement -
ગળાના દુખાવાથી રાહત મળશે
આરોગ્ય નિષ્ણાતોના મતે ભલે આઈસ્ક્રીમ ઠંડી હોય પણ તેની અસર ગરમ હોય છે. આઈસ્ક્રીમમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે. ગળામાં ખરાશ હોય કે ઉધરસ હોય ત્યારે આઇસક્રીમથી નુકસાન નહીં થાય પરંતુ તેનાથી રાહત મળશે.
તણાવ ઓછો થાય છે
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આઈસ્ક્રીમ ખાવાથી તણાવ ઓછો થાય છે. જો તમે દિવસભરના કામથી માનસિક રીતે થાકી ગયા હોવ તો તમે મીઠાઈમાં આઈસ્ક્રીમ ઉમેરી શકો છો.
- Advertisement -
પ્રોટીન
આઈસ્ક્રીમ દૂધમાંથી બને છે અને દૂધમાં પ્રોટીન જોવા મળે છે. પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓ, ત્વચા, હાડકાં માટે ફાયદાકારક છે. એટલે કે શિયાળામાં પણ આઈસ્ક્રીમ ખાવી જોઈએ.
વિટામિન્સ
આઈસ્ક્રીમમાં વિટામિન A, B2 અને B12 સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન A આપણી આંખો, ત્વચા, હાડકાં અને રોગપ્રતિકારક શક્તિને સારી રીતે જાળવી રાખે છે.
ઓમેગા 3- વિટામિન ડી
આઈસ્ક્રીમમાં વિટામિન ડી અને ઓમેગા-3 સારી માત્રામાં હોય છે. ઓમેગા 3 મગજ, ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે જ્યારે વિટામિન ડી શરીરના હાડકાં માટે મહત્વપૂર્ણ છે.