બારામુલ્લાની રેલીમાં ગૃહમંત્રીએ પાક. સાથે વાતચીતની ગુપકરની માગ ફગાવી
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેઓએ બારામુલ્લામાં એક રેલીને સંબોધતા પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું. અમિત શાહે કહ્યું હતું કે ગુપકર ગઠબંધન ઇચ્છે છે કે અમે પાકિસ્તાન સાથે વાત કરીએ. પણ હું એમને જવાબ આપવા માગુ છું કે અમારે પાકિસ્તાન સાથે કોઇ જ વાતચીત નથી કરવી, અમારે જમ્મુ કાશ્મીરના નાગરિકોની સાથે વાતચીત કરવી છે.
- Advertisement -
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કેટલાક લોકો છે કે જેઓએ 70 વર્ષ સુધી શાસન ચલાવ્યું અને મને સલાહ આપી રહ્યા છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઇએ. મારે પાકિસ્તાન સાથે કોઇ જ વાતચીત નથી કરવી. આ મુદ્દે મને જનતાનું પુરુ સમર્થન છે. અમારે ગુજ્જર, પહાડી, બકરવાલ સમાજના નાગરિકોની સાથે વાતચીત કરવી છે.
કાશ્મીરના યુવાઓની સાથે વાતચીત કરવી છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિક છ પક્ષોના ગુપકર ગઠબંધને કાશ્મીરના યુવાઓને ગેરમાર્ગે દોર્યા અને હિંસાના રસ્તે લઇ ગયા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના યુવાઓને શિક્ષણના માર્ગે લઇ ગયા.