વડાપ્રધાન મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા: કાશ્મીરમાં ચેનાબ પુલ પાસે, આંધ્રમાં શિપ પર તો અભિનેતા અનુપમ ખેરએ ટાઈમ્સ સ્ક્વેર-ન્યૂયોર્કમાં યોગ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શનિવારે ભારત સહિત વિશ્ર્વભરમાં 11મો યોગ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સ પ્રમાણે 191 દેશોમાં 1300 સ્થળોએ 2 હજારથી વધુ કાર્યક્રમો યોજાશે. આ વર્ષના યોગ દિવસની થીમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે. યોગ દિવસે, લોકોએ દેશના ઘણા પ્રખ્યાત સ્થળો જેમ કે ચેનાબ બ્રિજ, લાલ ચોક, સંસદ ભવન, અટારી બોર્ડર અને લેહમાં 14,200 ફૂટની ઊંચાઈ પર આવેલા પેંગોંગ ત્સો તળાવ પાસે સાથે મળીને યોગ કર્યા. દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમને સામૂહિક રીતે ‘યોગ સંગમ’ નામ આપવામાં આવ્યું છે. આમાં 2 કરોડથી વધુ લોકોએ ભાગ લીધાનો અંદાજ છે. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડવું છે અને આ જોવું સુખદ છે કે યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે.
દેશમાં 1 લાખથી વધુ જગ્યાએ યોગ થયા