ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.21
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને વેરાવળ તાલુકા/વેરાવળ-પાટણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અગિયારમાં ઈન્ટરનેશનલ યોગ દિવસનો કાર્યક્રમ આજે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યાં હતા. અત્રેની યુનિવર્સિટીના કા.કુલસચિવ હર્ષદકુમાર એચ. પરમાર, કાર્યકારી શોધનિર્દેશક અને પ્રધાનાચાર્ય ડો. પંકજકુમાર રાવલ, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, ગજજ સ્વયંસેવકો, 7 ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટના ઓફિસરો, એન.સી.સી. કેડેટ્સ, વેરાવળની નજીકની સ્કુલોના શિક્ષકો, વિદ્યાર્થિઓ તેમજ વેરાવળ નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. કુલ મળી 300 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે કુલપતિએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમના સંયોજક તરીકે ગજજ ઈજ્ઞજ્ઞમિશક્ષફજ્ઞિિં ડો. જયેશકુમાર ડી. મુંગરા, શ્રીમતી દ્રષ્ટિબેન બારૈયા, વૈશાલીબેન વાઘે કામગીરી કરેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્રેની યુનિવર્સિટીના સંશોધન-પ્રકાશન વિભાગ અંતર્ગત આવતાં વિશિષ્ટ યોગ કેન્દ્રએ કર્યું હતું.
DLSS કોડીનારના ખેલાડીઓ દ્વારા યોગ અભ્યાસ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં પણ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આસન એ ભારતની પ્રાચીન અને સમગ્ર વિશ્ર્વમાં લોકપ્રિય થયેલી યોગવિદ્યાનો એક ભાગ છે. ડી.એલ.એસ.એસ કોડીનારના ખેલાડીઓ દ્વારા યોગ અભ્યાસમાં વિવિધ આસનો દર્શાવવામાં આવ્યાં હતાં.
સોમનાથ વોકવે પર અમદાવાદના 25 લોકોએ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂૂપે વિવિધ જગ્યાઓએ કાર્યક્રમો યોજી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે ખાસ કરીને આઇકોનિક સ્થળોએ પણ લોકોએ યોગ કરી ઉજવણી કરી હતી.જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આવેલ વોક વે પર પણ અમદાવાદના પરમાર્થ યોગાના 25 જેટલા લોકોએ યોગ કરી ઉજવણી કરી હતી અને લોકોને પણ પોતાના રોજિંદા જીવનમાં નિરોગી રહેવા માટે યોગ અપનાવવા માટે સંદેશ આપ્યો હતો.