વર્ષોથી એક જ પરિવારના સભ્યો દ્વારા ધજા ચડાવવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
ચોટીલાની આસપાસનો વિસ્તાર પાંચાળ તરીકે ઓળખાય છે. પાંચાળની ભૂમિ સંતો-મહંતો, દેવી-દેવતાઓ, અને દાતારોની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. ચોટીલાથી 5-6 કિલોમીટરનાં અંતરે કાળાસર ગામ આવ્યું છે, જ્યાં ઠાકર ધણીની જગ્યા આવેલ છે. દર વર્ષે અહી ભાદરવા સુદ બીજના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે. વર્ષોથી સ્વ.ઘુસાબાપા બેચરબાપા કુકડિયા (લાખચોકિયા)ના પરિવારના સભ્યો દ્વારા મંદિર પર ધ્વજા ચડાવાય છે.
- Advertisement -
પરંતુ કેમ એકજ પરિવાર દ્વારા ? તો વાત જાણે એમ છે કે ગુરુસ્થાન મોટા પાળીયાદ ઠાકરધણીની કાળાસર જગ્યામાં મહાયગ્ન થયો ત્યારે સ્વ.ઘુસાબાપા બેચરબાપા કુકડિયા જેમણે પોતાની 45 વીઘા જમીન દાનમાં આપી દીધેલ તેમની આ દાતારીને બિરદાવા કાળાસર જગ્યા તરફતિ દર વર્ષે ઘુસાબાપાના પરિવારના સભ્યોને ભાદરવા સુદબીજના દિવસે અહિ ધ્વજારોહણ કરવા માટે આમંત્રણ આપવાંમાં આવે છે અને સન્માનીત કરવામાં આવે છે. આવી તો કેટલીયા ગાથાઓ પાંચાળની ધરામાં ધાર્બાયને પડેલી છે જે આપના કાન સુધી હજે સુધી નથી પહોંચી. ઠાકરધણી કાળાસર જગ્યામાથી દરવર્ષ ભાદરવાસુદ ચોથ,પાંચમ,અને છટ તરણેતર ના મેળામાં રાવટી મોકલવામાં આવે છે અને અન્નક્ષેત્ર પણ ચલાવામાં આવે છે.