ભારતના 6% લોકોને ખબર જ નથી શું છે કોન્ડોમ!
દર 10,000માંથી માંડ 1000 લોકો પણ નથી વાપરતા કોન્ડોમ!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શરીર સંબંધ બાંધતી વખતે અનેક બીમારીઓથી બચવા માટે તબીબો અને મેડિકલ સાયન્સ સમને કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જોકે, યંગસ્ટર્સમાં સતત ઘટી રહ્યો છે કોન્ડોમનો ઉપયોગ. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની હાલત જાણીને તમે પણ હચમચી જશો… નેશનલ ફેમિલી સર્વે અનુસાર, ભારતમાં 6 ટકા લોકો એવા છે જેઓ કોન્ડોમ વિશે જાણતા નથી. માત્ર 94 ટકા લોકો કોન્ડોમ વિશે જાણે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે. યુપીની વાત કરીએ તો અહીં દર વર્ષે 5.3 કરોડ કોન્ડોમનો વપરાશ થાય છે. આ આંકડો અન્ય રાજ્યો કરતા ઘણો વધારે છે. 2024ના અંત સુધીમાં યુપીની વસ્તી 22 કરોડને વટાવી જશે.
નેશનલ ફેમિલી હેલ્થ ડિપાર્ટમેન્ટના સર્વે અનુસાર, ભારતમાં દાદરા નગર હવેલી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોન્ડોમનો ઉપયોગ સૌથી વધુ થાય છે. અહીં 10 હજાર કપલ્સમાંથી 993 કપલ સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરે છે. આંધ્ર પ્રદેશ બીજા સ્થાને છે. જ્યાં 10 હજારમાંથી 978 કપલ કોન્ડોમનો ઉપયોગ કરે છે. ગુજરાતીઓને નથી પસંદ કોન્ડોમ, તેમને ફ્રી સેક્સમાં રસ છે. આ અમે નથી કહી રહ્યાં પણ સરવેમાં સામે આવેલાં આંકડાંઓ પરથી સામે આવી છે આ ચોંકાવનારી હકીકત…હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલાં એક મહત્ત્વના સરવે મુજબ હવે કોન્ડોમનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 10,000 યુગલોમાંથી માત્ર પુડુચેરીમાં 960, પંજાબમાં 895, ચંદીગઢમાં 822 અને હરિયાણામાં 685, હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514 અને ગુજરાતમાં 430 લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં ઘણાં યુગલોને આ અંગે પુછવામાં આવતા તેમણે ક્ધફર્ટની વાત કરી હતી. કે કોન્ડોમને બદલે ફ્રી સેક્સમાં વધારે ક્ધફર્ટ રહે છે. આ એક મોટું કારણ પણ સામે આવ્યું છે.