અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે –
આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. જેના પગલે રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. અમદાવાદ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે.
રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. જેના પગલે રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે; અને 2 દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. આવતીકાલ બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. તો અમદાવાદ શહેર અને તેના આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે. તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
- Advertisement -
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં થોડા -થોડા દિવસે તાપમાન વધતું અને ઘટતું જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી -ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ રહી છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ પડવાથી ખેડૂતોને ખુબ મુશ્કેલી પડી છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઇ રહ્યા છે ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે તેમના સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.


