ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પરના રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય જેને લઇને રોપ-વે આગામી તા.7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી 5 દિવસ બંધ રહેશે.
ગિરનાર રોપ-વે સંભાળતી ઉષા બ્રેકો.લી.ના રેસિડેન્ટ મેનેજરશ્રીના પત્ર મુજબ ગિરનાર રોપ-વે મેન્ટેનન્સના કારણે તા.07/08/2023 થી તા.11/08/2023 સુધી એમ 5 દિવસ માટે બંધ રહેશે.
આ દરમિયાન પ્રવાસીઓએ રોપ-વેની મુલાકાત ન લેવા અધિકારીએ જણાવ્યું છે દર વર્ષે સૌથી લાંબો અને ઊંચો રોપ-વે નું મેન્ટેનન્સ કરવામાં આવે છે.