‘બીગ બોસ’ની નવી સીઝનમાં ચેનલ અને સલમાન ખાન બદલાશે : સિકંદર ફલોપ જતાં સ્પોન્સર મેળવવા ઘણા મુશ્કેલ !!
સલમાન રિયાલિટી ટીવી શો ’બિગ બોસ’ કલર્સ ચેનલ પર તેના 19માં નવા સીઝનમાં પાછો ફરે તેવી શક્યતા નથી
- Advertisement -
દિગ્દર્શક રોહિત શેટ્ટીની છેલ્લી કેટલીક ફિલ્મોની નિષ્ફળતા અને સલમાન ખાનની ફિલ્મ ’સિકંદર’ની સુપરફ્લોપ વચ્ચે હિન્દી ફિલ્મ જગત એક સામાન્ય જોડાણ જોઈ રહ્યું છે અને તે છે ટેલિવિઝન પર બંનેની વધુ પડતી વ્યસ્તતા સલમાન ખાનની ફિલ્મની નિષ્ફળતાનું પરિણામ એ છે કે હવે તેનો રિયાલિટી ટીવી શો ’બિગ બોસ’ કલર્સ ચેનલ પર તેના 19માં નવા સીઝનમાં પાછો ફરે તેવી શક્યતા નથી.
શોની છેલ્લી સીઝનની ટીઆરપી પણ ખાસ રહી ન હતી અને તેના ઉપર, શોના સ્પર્ધકોને લઈને આખી સીઝનમાં ચાલી રહેલા મતભેદને કારણે ચેનલ અને તેના મેકર્સ વચ્ચેના સંબંધો સારા નહોતા. સ્ત્રોતો સમજાવી રહ્યા છે કે, કેવી રીતે ’બિગ બોસ’ તેના સેટ રૂટિનમાંથી વારંવાર ભટકી ગયું, ચોક્કસ લોકોની પસંદગીઓ અનુસાર સ્પર્ધકોને લાવ્યું અથવા કલાકારોને બહાર કાઢવા અને વિજેતાઓ નક્કી કરવામાં ચેનલ અને પ્રોડક્શન હાઉસ દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડ પહોંચી ન વળતા ચાલુ શો બનાવનાર વચ્ચે ખૂબ ઝઘડા થાય છે.
કલર્સના નજીકના લોકો કહી રહ્યા છે કે, ચેનલે આ સિઝનમાં શોથી પોતાને દૂર કરી લીધા છે. તે જ સમયે, તેને બનાવતી નિર્માતા કંપનીના સૂત્રો જણાવે છે કે આ વખતે મેકર્સે તેને કલર્સને બદલે બીજી ચેનલ પર લઈ જવાનો નિર્ણય કર્યો છે અને આ બીજી ચેનલ સોની હોઈ શકે છે. યાદ રહે કે ’બિગ બોસ’નું હિન્દી વર્ઝન સોની ચેનલ દ્વારા જ ભારતમાં આવ્યું હતું. બાદમાં તે કલર્સ તરફ ગઈ. સલમાન ખાન તેની ચોથી સિઝનથી શોમાં જોડાયો હતો અને છેલ્લી સિઝનમાં તેણે તેની 18મી સિઝન ટેલિકાસ્ટ કરી હતી.
- Advertisement -
સામાન્ય રીતે ’બિગ બોસ’ની સિઝનનું ટેલિકાસ્ટ ચોમાસાની સિઝન પછી તરત જ શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે ફિલ્મ ’સિકંદર’ની હાલત જોઈને કલર્સની સેલ્સ ટીમ હચમચી ગઈ છે. ટીમનું સ્પષ્ટ કહેવું છે કે, હવે સલમાન ખાનના નામે માર્કેટમાંથી સ્પોન્સર મેળવવું ઘણું મુશ્કેલ બની ગયું છે. કલર્સ ચેનલનો સંપર્ક કરવા છતાં હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.