ફેરવેલ કાર્યક્રમમાં 30 થી વધુ વિદ્યાર્થીઓનું થયું જોબ પ્લેસમેન્ટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વૈજ્ઞાનિક શોધોને કારણે વ્યવસાયોનું સ્વરૂપ બદલાતું હોય ત્યારે વર્તમાન સમયમાં કયા અભ્યાસક્રમની માંગ છે. કયા વ્યવસાયમાં, કેવા કૌશલ્યની જરૂરિયાત છે. વિદ્યાર્થીએ કેવો અભ્યાસક્રમ પસંદ કરવો એ પણ એટલુ જ આવશ્યક- પ્રો. (ડા.) અતુલ એચ. બાપોદરાજૂનાગઢ તા.15, ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્ર્વ વિદ્યાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ખાતે ખ. જભ. ઈવયળશતિિું સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ કાર્યક્રમ યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ ભાપોદરાની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
- Advertisement -
યુનિ.નાં વિદ્યાર્થીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં થતી ટીચિંગ, લર્નિંગ, પ્લેસમેન્ટ અને રિસર્ચની એક્ટિવિટીની બિરદાવતા ફૂલપતિ પ્રો.(ડો.) અનુલભાઈ એચ. બાપોદરાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓની કારકિર્દીનાં ગગનમાં વિહરવાની યુનિ.નાં અભ્યાસક્રમોમાં તકો સમાયેલી છે. વર્તમાન યુગ હરિફાઈનો યુગ છે. હરિફાઈના યુગમાં ટકવું ઘણું જ મુશ્કેલરૂપ છે. વ્યવસાયના પ્રશ્ર્નો, અભ્યાસક્રમ પસંદગીના પ્રશ્ર્નો, અનુકૂલનના પ્રશ્ર્નો વગેરે સતાવે છે. અભ્યાસ કરનારની સંખ્યા વધતી જાય છે. સ્પર્ધા દિવસે દિવસે વધતી જાય છે, ઔદ્યોગિક વિકાસના કારણે માનવની જરૂરિયાતો બદલાય છે, તે જ રીતે સમાજની જરૂરિયાતો પણ બદલાય છે. નવા ઉદ્યોગોને વિશિષ્ટ કુશળ વ્યક્તિઓની જરૂર પડે છે, ત્યારે આજે કેમેસ્ટ્રી વિષયે દિક્ષાંત સેમેસ્ટર-4નાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામના પાઠવુ છુ. વિદ્યાર્થીઓ જીવન ધ્યેયોને યોગ્ય ઘાટ આપી શકે તે પ્રમાણથી આવશ્યક લાયકાતો કેળવી આજે સક્ષમ બન્યા છે. ત્યારે ભવિષ્યમાં તેઓ આ ડિપાર્ટમેન્ટના એલ્યુમની બની અને યુનિવર્સિટીના વિકાસ માટે યથા યોગ્ય ફાળો આપે એવી આશા વ્યક્ત કરી હતી.