તંત્રના પાપે ગામવાસીઓ હેરાન-પરેશાન
અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં હાડકા ઢીલા કરી નાખે તેવાં રસ્તાથી લોકો પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
- Advertisement -
રાજ્યમાં તૂટેલા રસ્તા તાકીદે રીપેર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને સૂચના કરેલી હતી છતાં ચોટીલા પંથકમાં મુખ્યમંત્રીની સૂચનાનો પણ અમલ ન કરી નિયમોનો ઉલાળીયો કરી રહ્યું છે. કુઢડા ગામ થી હિરાસર, અકાળા જવા માટે મસમોટા ખાડા પડતા વાહનચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે.
હાડકા ઢીલા કરી નાખે તેવા ખખડધજ રસ્તાથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે છતાં પણ તંત્રને લોકોની મુશ્કેલી નજરે પડતી નથી.
ચોટીલા તાલુકા તંત્ર જાણે નફ્ફટ હોય તેવી રીતે સી.એમ. ભુપેન્દ્ર પટેલના આદેશનો ઉલાળીયો કરી રહ્યું છે. અનેક જગ્યાએ વરસાદના કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.