અગાઉ પણ અનેક વખત જેલના કેદીઓ પાસેથી પ્રતિબંધિત ચીજો મળી છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રાની સબજેલ કેદીઓ માટે સ્વર્ગ સમાન હોવાનું વારંવાર સામે આવે છે અહી કેદીઓને દરેક જાતની સુખ સગવડ મળી રહેતી હોવાનું સામે આવે છે. જેમાં અગાઉ સબજેલના કાચાકામના કેદીઓ પાસેથી દારૂની બોટલો, મોબાઇલ, ચાર્જર, સિમકાર્ડ સહિત અનેક ચીજવસ્તુઓ જે સબજલમાં પ્રતિબંધ હોય તેવી તેમ ચીજો મળી હતી. ત્યારે હવે કેદીઓ પાસેથી રોકડ રૂપિયા પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા એલ.ઓ.જી સ્ટાફના પીઆઇ જે.એમ.ભટ્ટ, ચેહરભાઈ સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રા સબજેલ ખાતે તપાસ આદરી હતી જેમાં સબજેલના કાચાકામના કેદી તરીકે સજા કાપતા આકાશ રાજકુમાર યાદવની અંગ ઝડતી દરમિયાન રૂ.500 મળી આવ્યા હતા.
- Advertisement -
જેથી એસ.ઓ.જી ટીમ દ્વારા રોકડ જપ્ત કરી કાચાકામના કેદી આકાશ યાદવ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અહી ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા સબજેલ ખાતે વારંવાર આ પ્રકારની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપવાની મામલે અહી જેલ પ્રશાસન ક્યાંકને ક્યાંક શંકાના દાયરામાં છે પરંતુ વારંવાર આ પ્રકારના બનાવો છતાં આજદિન સુધી જેલ પ્રશાસન સામે ઉચ્ચાધિકારીઓ દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહિ કરવાના લીધે જ સબજેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવવવાનો સિલસિલો યથાવત રહે છે.