By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    1 hour ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    2 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    57 minutes ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    58 minutes ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    1 hour ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    1 hour ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નગરપાલિકા-નગર વિકાસના કામોનો મુખ્ય આધાર નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ છે:-મુખ્યમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નગરપાલિકા-નગર વિકાસના કામોનો મુખ્ય આધાર નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ છે:-મુખ્યમંત્રી
ગુજરાતરાજકોટ

નગરપાલિકા-નગર વિકાસના કામોનો મુખ્ય આધાર નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ છે:-મુખ્યમંત્રી

Khaskhabar Editor
Last updated: 2021/07/06 at 5:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો
નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ

જ્યાં માનવી ત્યાં સુવિધા – લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ-વિવાદ નહિં સંવાદના ધ્યેય મંત્રથી ચીફ ઓફિસરોને લોકહિત કામોનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

 ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે ગુજરાતની શાખ-પ્રતિષ્ઠા દેશભરમાં જળવાઇ રહે-વિકાસ કામોમાં અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહે તેવું દાયિત્વ ચીફ ઓફિસરો નિભાવે. કુલ વસ્તીના પ૦ ટકા લોકો શહેરોમાં વસે છે ત્યારે અર્બન-રૂરલનો સમ્યક-સંતુલિત સર્વગ્રાહી અને સસ્ટેઇનેબલ વિકાસ સમયની માંગ અને સૌની જવાબદારી છે
 નાગરિકો-લોકોને પોતાના કામો માટે નગરપાલિકા કચેરીએ આવવું જ ન પડે તેવી ઓનલાઇન સેવાઓ વિકસાવો
લોકોના પૈસાનો સદુપયોગ લોકહિત-નગર સુખાકારી કામોમાં થાય માટે ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનનું વર્કકલ્ચર વિકસાવ્યું છે.
 ચીફ ઓફિસરોની ફરિયાદો કે બદલી માટે નહિ-બદલી અટકાવવા માટે સરકારમાં રજૂઆત આવે તેવી નિષ્ઠાથી લોકહિત કામો કરો
 ચૂંટાયેલી પાંખના નવયુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની યુવા કેડર બેય આગવા વિકાસ વિઝનથી નગરવિકાસ કામો સૂમેળભર્યા સંબંધોથી કરે-લોકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરે

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં આયોજિત કર્યો હતો. મુખ્યમંત્રી આ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે મુખ્ય અધિકારીઓને આહવાન કર્યુ કે, સુશાસન મોડેલ અને શહેરી વિકાસની ગુજરાતની આગવી પ્રણાલિ પ્રત્યે સૌ નજર માંડીને બેઠા છે.

એટલું જ નહિ, ખાસ કરીને નગરોમાં રોજી-રોટી માટે અન્ય રાજ્યોના લોકો આવીને વસતા હોય છે તે પણ જે-તે નગરની સુખ-સુવિધા, વિકાસના કામોની ગતિ-વ્યાપ જોઇને શહેરો-નગરોના વિકાસ વિશેનું પરસેપ્શન બનાવતા, આકલન કરતા હોય છે. આવા સંજોગોમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ શહેરી-નગર વિકાસની ઊડીને આંખે વળગે તેવી કામગીરી કરવી એ હવેના સમયની માંગ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે કુલ વસ્તીના લગભગ પ૦ ટકા વસ્તી નગરો-શહેરોમાં વસે છે ત્યારે અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ થાય તે આપણા સૌની જવાબદારી બને છે.

મુખ્યમંત્રી એ જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ, વિવાદ નહિં સંવાદ એ ત્રણ ધ્યેયમંત્ર સાથે લોકહિત અને નગર સુખાકારી કામો કરવાની ચીફ ઓફિસરોને પ્રેરણા આપી હતી.
તેમણે ઉમેર્યુ કે રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની સુદ્રઢ સુવિધા નગરોમાં હોય સાથોસાથ રાજ્યના શહેરોના સર્વગ્રાહી વિકાસને ટોપ પ્રાયોરિટી આપીને સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઓનલાઇન બને, શહેરો સ્માર્ટ અને આધુનિક બને તેમજ લોકોને પોતાના કામો માટે નગરપાલિકાએ આવ્યા વિના ઘરેબેઠા જ ઓનલાઇન સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવવાની આવશ્યકતા અને સમયની માંગ છે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે થ્રી ટાયર સિસ્ટમમાં આપણી લોકશાહિમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા જેવી સંસ્થાઓની અલગ સ્વાયતતા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની અપેક્ષા-આશા પૂરા કરીને લોકશાહિને વધુ મજબૂત બનાવવાની છે અને ચીફ ઓફિસરોએ પણ વ્યાપક જનહિતલક્ષી કામોથી સહયોગ આપવાનો છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, તમારા શહેરનો આગવો વિકાસ જનરલ બોર્ડની બેઠકમાં જ નિર્ણયો કરીને કરી શકાય તેવી સ્વાયતતા છે ત્યારે તાજેતરની ચૂંટાયેલી પાંખના યુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની પણ યુવા ટિમ નવું લોહિ આવા આગવા વિકાસ વિઝનથી કાર્યરત બને.

તેમણે ઉમેર્યુ કે, ફરિયાદોને અવકાશ ન રહે તેમજ લોકોના વ્યાપક હિતના જનસુખાકારીના વિકાસ કામો પ્રો-એક્ટિવલી થાય તેવું વર્કકલ્ચર આપણે નગરોમાં વિકસાવવું છે. મુખ્યમંત્રી એ ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનની નેમ દર્શાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, લોકોની પાઇ-પાઇનો સદુપયોગ થાય તે જરૂરી છે નગરના જનહિત કામોની સાઇટ વિઝીટ ચીફ ઓફિસરો કરે અને કામોની ગુણવત્તા ચકાસે, તેમણે ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ સાથે સૂમેળભર્યા અને યોગ્ય વર્તણુંકના સંબંધો જળવાઇ રહે તેની પણ છણાવટ કરી હતી. મુખ્યમંત્રી એ ચીફ ઓફિસરોને સ્પષ્ટ તાકીદ કરી કે કોઇ પદાધિકારીના દાબ દબાવમાં આવ્યા વિના તેઓ વિકાસ કામોમાં કાર્યરત રહે અને ખોટું કરાવનારાઓ સામે સરકારમાં રજૂઆત કરશે તો સરકાર તેમની પડખે છે. પરંતુ તમારી ફરિયાદો ન આવે, તમારી બદલી કરાવવાની માંગ નહિં પણ બદલી અટકાવવાની માંગ સરકારમાં આવે તેવા લોકહિત કામો કરે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, મુખ્ય અધિકારીઓની કામગીરીના આધારે તેમની જે-તે વર્ગની નગરપાલિકામાં બઢતી માટે પણ શહેરી વિકાસ વિભાગ વિચારાધિન છે.
તેમણે રાજ્યના નગરોમાં ટેક્ષ કલેકશન, ર૦રર પહેલાં હર ઘર જલ અન્વયે ઘરોમાં નળ કનેકશન, એસ.ટી.પી., ગટર જોડાણ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ આગવી ઓળખના કામો, ફાયર બ્રિગેડ સિસ્ટમ, રેલ્વે ઓવરબ્રીજ રેલ્વે અંડરબ્રીજ વગેરે શહેર સુખાકારી કામોમાં પ્ણ આયોજનબદ્ધ રીતે આગળ વધી ગતિ લાવવા સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી એ વધુને વધુ નગરપાલિકાઓ સોલાર એનર્જી તરફ પ્રેરિત થાય અને સેલ્ફ સફિસીયન્ટ બને તે દિશામાં પણ ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ કોઇ કાર્યયોજના ઘડે તેવું સૂચન કર્યુ હતું.
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરીએ શહેરોના વિકાસ કામો માટે નાણાંની કોઇ કમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની આ સરકારમાં નથી તેવો મત વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું કે, રાજકીય ઇચ્છાશક્તિના આવા પ્રોત્સાહનથી શહેરો-નગરોના વિકાસ કામોનો મહત્તમ લાભ લોકોને મળે તેવું સુદ્રઢ આયોજન આપણે કરવું જોઇએ.
આ એક દિવસીય વર્કશોપના પ્રારંભે કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, શહેરી ગૃહ નિર્માણના સચિવ લોચન શહેરા અને મ્યૂનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પટ્ટણીએ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરી કામગીરી અને થયેલ પ્રગતિનો ચિતાર આપ્યો હતો.
ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડૉ. ધનસુખભાઇ ભંડેરી, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનર ઓ, મુખ્યમંત્રી ના ઓ.એસ.ડી કમલ શાહ સહિત શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ આ વર્કશોપમાં જોડાયા હતા.

You Might Also Like

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો

1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરની યુવતી ઇન્ડિયન આઇડોલમાં
Next Article એક ક્લિક પર વાંચો બુધવારનું સંપૂર્ણ રાશિફળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજકોટ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?