By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    14 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    14 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    3 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    14 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    17 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    15 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    7 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ
રાષ્ટ્રીય

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ

Khaskhabar Editor
Last updated: 2026/04/16 at 1:29 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) બિલ રજૂ કર્યું છે. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્ય રાત્રિ સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા માટે તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગ્યે બિલ પર મતદાન કરવામાં આવશે.

મેરેથોન ચર્ચા અને મતદાનનું ગણિત

- Advertisement -

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલો રજૂ કરતાની સાથે જ ચર્ચાનો પ્રારંભ કર્યો હતો.

12 કલાકની ચર્ચા: આ બિલો પર આજે સતત 12 કલાક સુધી ચર્ચા ચાલશે, જે મધ્યરાત્રિ સુધી પણ લંબાઈ શકે છે.

આવતીકાલે મતદાન: ચર્ચાના અંતે આવતીકાલે એટલે કે ગુરુવારે સાંજે 4:00 વાગ્યે નિર્ણાયક મતદાન હાથ ધરવામાં આવશે.

- Advertisement -

શા માટે વિપક્ષ કરી રહ્યો છે વિરોધ?

જોકે, મહિલા અનામતનું સમર્થન કરવા છતાં વિપક્ષ ‘સીમાંકન’ (Delimitation) ના મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે.

સીમાંકનનો પેચ: વિપક્ષનો આરોપ છે કે સીમાંકન દ્વારા ઉત્તર ભારતના રાજ્યોની બેઠકો વધારવામાં આવશે, જેનાથી દક્ષિણ ભારતના રાજ્યોનું રાજકીય કદ ઘટી શકે છે.

જાતિ ગણતરીની માંગ: અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યો છે કે OBC અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ ક્વોટા કેમ નથી?

દક્ષિણ ભારતમાં આક્રોશ: તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિને આ બિલને ‘કાળો કાયદો’ ગણાવી તેની નકલો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહનો વળતો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના તમામ આક્ષેપો ફગાવતા કહ્યું કે, સરકાર વસતી ગણતરી અને જાતિ ગણતરી કરવા માટે તૈયાર છે, પરંતુ ધર્મના આધારે અનામત આપવું તે ગેરબંધારણીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ મહિલાઓના સન્માન અને રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે.

આંકડાકીય જંગ

બંધારણીય સુધારો પસાર કરવા માટે સરકારને બે-તૃત્યાંશ (2/3) બહુમતીની જરૂર છે.

NDA: 292 બેઠકો

વિપક્ષ (INDIA ગઠબંધન ): 233 બેઠકો

હવે જોવાનું એ રહેશે કે આવતીકાલના મતદાનમાં સરકાર આંકડાકીય બહુમતી સાબિત કરી શકે છે કે કેમ.

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ બિલોમાં મહિલાઓને 33% અનામત આપવાની ખાતરી છે, પરંતુ તેની પાછળ સીમાંકન અને વસ્તી ગણતરીની એવી શરતો છે જેણે વિપક્ષની ચિંતા વધારી દીધી છે.

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ 2 - image

શું છે આ ત્રણ બિલો?

પ્રથમ બિલ (બંધારણીય સુધારો): લોકસભાની બેઠકો વધારીને 850 કરવાની જોગવાઈ છે. જેમાંથી 815 રાજ્યો માટે જ્યારે 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે રહેશે

બીજું બિલ: દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં સીમાંકન અને બેઠકોમાં ફેરફાર માટેના કાયદાકીય સુધારા

ત્રીજું બિલ: નવું ‘સીમાંકન પંચ’ રચવા માટેનું બિલ

શું મહિલાઓને અત્યારે જ અનામત મળશે?

ના. આ બિલની સૌથી મોટી શરત એ છે કે મહિલા અનામત ત્યારે જ અમલમાં આવશે જ્યારે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે. સીમાંકન વસતી ગણતરીના આંકડા પર આધારિત હોય છે. એટલે કે, જ્યાં સુધી નવી વસતી ગણતરી અને તે મુજબ બેઠકોની નવી વહેંચણી નહીં થાય, ત્યાં સુધી મહિલાઓને અનામત મળશે નહીં.

સૌથી મોટો વિવાદ: દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાયનો આરોપ, એમ કે સ્ટાલિનનો ભારે વિરોધ

વિપક્ષ અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો નો આરોપ છે કે જે રાજ્યોએ વસતી નિયંત્રણના નિયમોનું ચુસ્ત પાલન કર્યું છે, તેમની વસ્તી ઓછી હોવાથી તેમની લોકસભા બેઠકો ઘટી શકે છે.બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યો જ્યાં વસતી વધુ છે, તેમની બેઠકો વધી જશે. આનાથી દેશના રાજકારણમાં દક્ષિણ ભારતનો અવાજ નબળો પડી શકે છે. તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિને તેને ‘રાજકીય ષડયંત્ર’ ગણાવ્યું છે.

કેવી રીતે લાગુ થશે અનામત? 

મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો દર ટર્મમાં રોટેશન મુજબ બદલાતી રહેશે.

15 વર્ષ માટે અનામત રહેશે 

આ અનામત પ્રારંભિક રીતે 15 વર્ષ માટે હશે, જેને સંસદ આગળ લંબાવી શકે છે.

CM સ્ટાલિને બિલની નકલો સળગાવી

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા સીમાંકન બિલના વિરોધમાં દક્ષિણ ભારતનું રાજકારણ ગરમાયું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ બિલને ‘કાળો કાયદો’ ગણાવીને આજે તેની નકલો સળગાવી હતી. આ સાથે જ તેમણે રાજ્યભરમાં કાળા ઝંડા ફરકાવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્ટાલિને કહ્યું કે, હિન્દી વિરોધી આંદોલનની જેમ જ તમિલનાડુનો આ પ્રતિકાર દિલ્હીની સત્તાને ઝુકાવવા મજબૂર કરશે. આ બિલ તમિલ લોકોને પોતાના જ વતનમાં શરણાર્થી બનાવી દેશે.

You Might Also Like

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…
Next Article તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

khaskhabarrajkot khaskhabarrajkot 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?