વરસાદની સિઝનમાં ભેજ અને ગરમી વધી જાય છે જેના કારણે ઉધઈની આબાદી ઝડપથી વધવા લાગે છે. તે ઘરમાં રહેલા જૂના ફર્નિચર, પુસ્તકો અને કપડાંને ખાઇ જાય છે જેનાથી ઘણું નુકસાન થઇ શકે છે. અહીં જણાવેલી રીતોથી તમે ઉધઈથી છુટકારો મેળવો
ઉંદર, વંદા, જીવાત તો ઘરમાં તરત દેખાઇ જાય છે. પરંતુ જો ઘરમાં ઉધઈએ હુમલો કરી દીધો હોય તો તેના વિશે સરળતાથી જાણી શકાતું નથી. તેવામાં તે સાઈલેન્ટલી ઘરના ફર્નિચરથી લઇને જૂના કપડાં અને પુસ્તકોને ઝડપથી નુકસાન પહોંચાડે છે. વરસાદની સિઝનમાં ઉધઈ વધુ સક્રિય થઇ જાય છે કારણ કે ભેજ અને ગરમી તેના માટે પરફેક્ટ સિઝન હોય છે. આ સિઝનમાં તે ઝડપથી પોતાની આબાદી વધારે છે. ઉધઈ મોટાભાગે જમીનની નીચે કે લાકડામાં લાગે છે અને વરસાદના દિવસોમાં ભેજ વધવાથી તેમના માટે પોતાની આબાદી વધારવી સરળ બની જાય છે. તેવામાં જો તમારા ઘર પર ઉધઈએ એટેક કરી દીધો છે તો તેનાથી બચવા માટે તમે કેટલાંક જરૂરી ઉપાય કરી શકો છો.
- Advertisement -
વરસાદમાં ઉધઈને ઘરથી આ રીતે રાખો દૂર
ભેજને કંટ્રોલ કરો
જો ઘરના ખૂણામાં વધારે ભેજ રહેતો હોય તો તેની વ્યવસ્થા સમય રહેતા કરી લો. જો દીવાલ પર લીકેજ હોય, ફર્નિચર ઘણા દિવસોથી ભેજવાળી જગ્યાએ પડ્યુ હોય, ઘરમાં જ્યાં-ત્યાં ભેજ આવતો હોય તો તરત રિપેર કરાવો અને ભેજને દૂર કરવાના ઉપાય કરો.
- Advertisement -
ફર્નિચરની જાળવણી
વરસાદની સિઝનમાં ઉધઈથી બચવા માટે ઘરના ફર્નિચર અને દરવાજાને વર્ષમાં એક વાર પેઇન્ટ કે વોર્નિશ જરૂર કરાવો. આવું કરવાથી લાકડું ઉધઈના આતંકથી બચી રહેશે.
મીઠાનો ઉપયોગ કરો
જો ઘરમાં કોઇ એવી જગ્યા છે જ્યાં ઉધઈ દેખાય છે તો તમે તે પ્રભાવિત જગ્યા પર તરત જ મીઠું છાંટી દો. તમે મીઠાવાળા પાણીથી પોતુ પણ કરી શકો છો.
બોરિક એસિડ આવશે કામ
તમે વરસાદની સિઝનમાં ઉધઈથી પ્રભાવિત એરિયા અને તેની આસપાસ બોરિક પાવડરનો છંટકાવ કરો. તેનાથી ઉધઈથી છુટકારો મળી જશે.
લીમડાનું તેલ
લીમડો એક નેચરલ કીટનાશક છે જેના પાન કે તેલની મદદથી તમે ઉધઈથી છુટકારો મેળવી શકો છો. તમે લીમડાના તેલને પ્રભાવિત ક્ષેત્રમાં છાંટી દો, બધી ઉધઈનો સફાયો થઇ જશે.
વિનેગર અને લીંબુ
એક સ્પ્રે બોટલમાં અડધો કપ પાણી, અડધો કપ વિનેગર અને 2 લીંબુનો રસ નાંખો. આ બધી વસ્તુ મિક્સ કરીને મિશ્રણ બનાવો અને તેને ઉધઈવાળા ક્ષેત્રમાં છાંટો. તરત અસર દેખાશે.
સૂરજની રોશની જરૂરી
તમારા જૂના ફર્નિચર અને પુસ્તકો વગેરેને જે દિવસે આકરો તડકો હોય ત્યારે બહાર ફેલાવી દો. આ રીતે તેનો ભેજ દૂર થઇ જશે અને ઉધઈ સરળતાથી ભાગી જશે. આ ઉપાયથી ઉધઈને કંટ્રોલમાં રાખી શકાય છે.