ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા12
આજે વહેલી સવારથી જ RTO વિભાગ દ્વારા સ્કૂલવાન ચાલકો નિયમો પાલન ન સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં સુધી નિયમોનું પાલન ન થાય સુધી ચેકિંગ કરવામાં આવશે.
- Advertisement -
આજથી રાજકોટ રાજ્યભરની શાળાઓનો વેકેશન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આજે વહેલી સવારથી જ સ્કૂલો શરૂ થઈ ચૂકી હતી. ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે અને આજે વહેલી સવારથી જ RTO વિભાગ દ્વારા સ્કૂલવાન ચાલકો નિયમો પાલન ન સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં સુધી નિયમોનું પાલન ન થાય સુધી ચેકિંગ કરવામાં આવશે. આજે વહેલી સવારેરાજકોટ શહેરના માર્ગ ઉપર છઝઘ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સ્કૂલ વનનું ચેકિંગ હાથ
ધર્યું હતું.
બીજી બાજુ RTOના કડક વલણ ના કારણે સ્કૂલ વાહન ચાલકો ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પહેલા સ્કૂલમાં 20 જેટલા બાળકો બેસાડવામાં આવતા પરંતુ હવે RTOની સૂચના મુજબ 10થી 14 સુધી જ બાળકો સ્કૂલમાં બેસાડી શકાશે. જેના કારણે ટૂંક સમયમાં સ્કૂલ વાહન સંચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. વાલીઓને સ્કૂલ ખર્ચામાં વધારો થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવાય રહી છે.