સુશાંતસિંહ રાજપૂતના કેઅરટેકર રહેલા રઈસની વાત માનીએ તો સુશાંત, સારા અલી ખાનને પ્રપોઝ કરવાનો હતો. સારાની ડેબ્યૂ ફિલ્મ ’કેદારનાથ’માં સુશાંતે કામ કર્યું હતું. અભિષેક કપૂરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરે છે. હાલમાં જ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં રઈસે કહ્યું હતું કે તેને એ ખ્યાલ નથી કે સુશાંત, સારાને લગ્ન માટે પ્રપોઝ કરવાનો હતો કે નહીં. જોકે, સારા એક્ટરના ફાર્મહાઉસમાં આવતી-જતી હતી. રઈસ સપ્ટેમ્બર, 2018થી સુશાંતના મોત સુધી લોનાવલા સ્થિત ફાર્મહાઉસ પર કેઅરટેકર હતો. ઈંઅગજ સાથેની વાતચીતમાં રઈસે કહ્યું હતું કે 2018થી સારા સુશાંતના ફાર્મહાઉસ પર નિયમિત આવતી હતી. સારાએ 2018માં સુશાંતસરની સાથે ફાર્મહાઉસ પર આવવાની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે પણ આવતા ત્યારે ત્રણ-ચાર દિવસ રોકાતા હતા. ડિસેમ્બર, 2018માં થાઈલેન્ડથી પરત આવ્યા બાદ સુશાંતસર તથા સારામેમ એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ આવ્યા હતા. તે સમયે રાતના 10-11 વાગ્યા હતા. તેમની સાથે તેમના મિત્રો પણ હતા.
રઈસે આગળ કહ્યું હતું, સારા મેમનો વ્યવહાર ઘણો જ સારો હતો. તે ક્યારેય એક્ટ્રેસની જેમ વર્તન કરતી નહોતી. બહુ જ સરળ હતી. તે સુશાંતસરની જેમ જ ફાર્મહાઉસમાં કામ કરતી બેનને માસી તથા તેને રઈસભાઈ કહીને બોલાવતી હતી. તે સુશાંતસરના સ્ટાફનું ઘણું જ સન્માન કરતી હતી.
રઈસે કહ્યું હતું, મને યાદ છે કે અબ્બાસભાઈ (સુશાંતના મિત્ર)એ સુશાંત સરના જન્મદિવસ પર દમણ જવા માટે મને બેગ પેક કરવાનું કહ્યું હતું. આ જવાબદારી હંમેશાંથી મારી રહેતી હતી. હું સુશાંત સરના સામાનનું ધ્યાન રાખતો, જેમાં દૂરબીન, મ્યૂઝિક સિસ્ટમ તથા ગિટાર જેવી વસ્તુઓ રહેતી. જ્યારે પણ સુશાંત સર ક્યાંય બહાર જતા ત્યારે તે આ બધી જ વસ્તુઓ સાથે લઈ જતા. અમે મિની ટેમ્પોમાં આ સામાન લઈ જતા. ફેબ્રુઆરીની આસપાસ દમણમાં વડાપ્રધાનનો એક પ્રોગામ હતો અને આ જ કારણે ત્યાંની તમામ હોટલ બુક હતી અને અમને કોઈ રૂમ મળ્યો નહોતો. આ જ કારણે અમે દમણ જઈ શક્યા નહોતા.

પોતાના જન્મદિવસ પર સુશાંત સર સારાને પ્રપોઝ કરવા માગતા હતા
રઈસે આગળ કહ્યું હતું, સુશાંત દમણ ટ્રિપ દરમિયાન સાસા મેમને પ્રપોઝ કરવા માગતા હતા અને એક ગિફ્ટ આપવા મગતા હતા. તેઓ કંઈક ઓર્ડર કરવા માગતા હતા. જોકે, ટ્રિપ થઈ નહીં. ત્યારબાદ કેરળની ટ્રિપ પ્લાન કરવામાં આવી હતી પરંતુ તે પણ કેન્સલ થઈ ગઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચ, 2019માં મેં સાંભળ્યું કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. સારા મેમ જાન્યુઆરી, 2019 પછી ક્યારેય ફાર્મહાઉસ પર આવ્યા નહોતા.

રઈસને જ્યારે પૂછવામાં આવ્યું કે સુશાંત લગ્ન માટે સારાને પ્રપોઝ કરવાનો હતો? તો તેણે જવાબ આપ્યો હતો, હું આ અંગે સ્યોર નથી કે આ પ્રપોઝલ લગ્ન માટે હતું કે નહીં, કારણ કે સુશાંતસરના બે મિત્રો આ વાતની ચર્ચા હતા કે તે ગિફ્ટ આપીને સારાને પ્રપોઝ કરવાના છે. મને ખ્યાલ નથી કે આ કઈ વાતની પ્રપોઝલ હતી.

સુશાંત આ વર્ષે 2-3 મહિના માટે ફાર્મહાઉસ આવવાનો હતો
રઈસના મતે, માર્ચ 2020માં લોકડાઉન પહેલા સુશાંત બે-ત્રણ મહિના માટે પોતાના ફાર્મહાઉસ આવવાનો હતો જોકે, તે આવી શક્યા નહીં. રઈસે કહ્યું હતું, તેઓ ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરવાની તૈયારીમાં હતા. મને સેમ્યુઅલ મિરાન્ડા તથા દીપેશ સાંવતે એક લિસ્ટ મોકલ્યું હતું અને તેમાં સુશાંતસર ફાર્મહાઉસ પર રોકાશે અને ખેતીના જરૂરી સામાન અંગે લખવામાં આવ્યું હતું. મુંબઈથી ફાર્મહાઉસનું ભાડું પણ મોકલી દેવામાં આવ્યું હતું. જોકે, પછીથી આ પ્લાન કેન્સલ થઈ ગયો હતો. એક્ઝેટ તારીખ તો મને યાદ નથી પરંતુ 15 કે 17 માર્ચના રોજ સવારે છ વાગે સુશાંત સર મુંબઈથી ફાર્મહાઉસ આવવાના હતા. પછી અચાનક આ પ્લાન કેન્સલ થયો અને તે આવી શક્યા નહીં.