ગત તારીખ -૦૬/૧૨/૨૦૧૮ ના રોજ કરજણના પ્રાંત અધિકારીશ્રી કરજણ ના મારફતે થી મહામહિમ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર માં અમારી મુખ્ય માંગણી હતી જેમાં નંબર (૦૧) ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી લગાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે, નંબર (૦૨)પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર વિશે પાઠ અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે હુકમ કરવામાં આવે તથાબીજા નંબર (૩) કરજણ તાલુકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોલ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે..
સદર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યા બાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમારું આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા દ્વારા અમારું આવેદનપત્ર ગાંધીનગર ખાતે સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, કાયદા વિભાગ તથા શિક્ષણ વિભાગમાં મોકલ્યું હતું સામાન્ય વહીવટ વિભાગ અમારું આવેદનપત્ર અધિક સચિવ પ્રોટોકલ વિભાગને મોકલ્યું હતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તથા કાયદા વિભાગ અને શિક્ષણ વિભાગ એ આજ દિન સુધીમાં અમોને અમારા આવેદનપત્ર વિશે કોઇપણ જાતનો પત્ર વ્યવહાર કરેલો નથી. આજે બે વર્ષ ની ઉપર બીજા બે માસ જેટલો સમય થવા છતાં પણ કોઈ જવાબ પાઠવેલ નથી. અમોએ મુખ્યમંત્રીશ્રી,સામાન્ય વહીવટ વિભાગ, રાજ્યપાલ શ્રી ને વખતોવખત લેખિતમાં રજૂઆત કરેલી છે. મહામહિમ રાજ્યપાલ સાહેબ શ્રીની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ મુજબ આરટીઆઇ કરી અમારા આવેદનપત્ર વિશેની માહિતી ની માગણી કરી હતી અમારી આરટીઆઈ અરજીના અનુસંધાનમાં મહામહિમ રાજ્યપાલશ્રી તરફથી મને જવાબ મળ્યો હતો કે તમારું આવેદનપત્ર અહીં અત્રે અમોને આજદિન સુધી મળ્યું નથી આમ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી પ્રશાસન તરફ થી તથા સરકાર તરફ અમો ને દિન સુધીમાં ન્યાય મળેલ નથી. એડવોકેટ મિનેષ પરમારે એ અવારનવાર આ બાબતે લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરી છે અમોએ તારીખ ૧૧/૦૩/૨૦૧૯ ના રોજ તાલુકા સેવા સદન સેવા સદન ખાતે એક દિવસના પ્રતિક ધરણા પણ કર્યા છે..અમો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને પણ તારીખ ૧૪/૦૬/૨૦૧૯ ના રોજ આ બાબતે રજૂઆત કરી હતી અને લેખિતમાં અરજી કરીને અમો એ જણાવ્યું હતું કે વિધાનસભામાં આ મુદ્દાની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછવામાં આવે પરંતુ ત્યાંથી પણ અમને આ બાબતે કોઈ જવાબ કે ન્યાય મળ્યો નથી. સામાન્ય વહીવટ વિભાગમાં પણ અમોએ વારંવાર રજૂઆત કરેલ છે..અમારા આવેદનપત્ર ના તારીખ ૦૬/૧૨/૨૦૨૦ ના રોજ અમો એ પાઠવેલ આવેદનપત્ર ને બે વર્ષ પૂર્ણ થતા અમોએ તારીખ ૦૭/૧૦/૨૦૨૦ ના રોજ સામાન્ય વહીવટ વિભાગ, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલ શ્રી ને એક અલ્ટીમેટ જાહેર કર્યું હતું કે સદર અમોએ કરેલ માગણી મુજબની અમારી માંગણી ૦૬/૧૨/૨૦૨૦ પહેલા પૂર્ણ કરવામાં નહિ આવે તો અમો જાતે જ સમગ્ર ગુજરાતની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી અર્પણ કરીશું. અલ્ટીમેટ જાહેર કરતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અમોને એક પત્રના માધ્યમથી જવાબ આપવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ ૨૮/૦૬/૧૯૯૬ ના રોજ રાષ્ટ્રીય નેતાઓની યાદી જાહેર કરવા માટે ઠરાવ કર્યો છે.. એ ઠરાવ માં બાબાસાહેબ નું નામ નથી એવો પત્ર પાઠવી ને જવાબ આપવા માં આવ્યો હતો.. પરંતુ અમારી પાસે તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો ઠરાવ પેહેલી થી જ હતો તે ઠરાવનો સંપૂર્ણપણે અભ્યાસ અમો એ કર્યો હતો અને અભ્યાસ ની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ ન હતું જેના કારણે અમો એ તારીખ ૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ ના દિને સરકાર હસ્તક ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે ભૂકંપ પરિપત્ર બહાર પાડવા માટેની માંગણી કરી હતી અને ઉપર મુજબ જણાવે બીજી બે માંગણી પણ અમારી આવેદનપત્રમાં હતી..પરંતુ વહીવટી પ્રશાસન દ્વારા સરકાર દ્વારા અમારા આવેદનપત્ર અને ઈરાદાપૂર્વક નજરઅંદાજ કરી અમને કોઈ પણ યોગ્ય જવાબ આપ્યો નથી
- Advertisement -
અમારી માંગણી બાબાસાહેબ ની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લાગે.. આધુનિક ભારતની રચના કરવામાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહત્વ નું યોગદાન આપ્યું છે. ભારત દેશને સૌથી મોટું બંધારણ આપેલું છે બાબાસાહેબે કરેલા કાર્યો થી નવયુવાનો જાગૃત થાય તેમના જીવનની જે ગાથા છે એ ભારત દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે અને લોકો બાબા સાહેબ ને આદર્શ માનીને નવ યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી અમો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમારા પ્રયાસને વહીવટી પ્રશાસન તરફથી તથા સરકાર દ્વારા નિરર્થક કરવામાં આવ્યો છે.
સદર અમો તારીખ ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ને તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને અરજી આપી છે એ અગાઉ બાય પોસ્ટ ના માધ્યમ થી મુખ્યમંત્રી સાહેબ શ્રી ને પણ રજૂઆત કરેલ છે..
અમોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે સદર તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો જે ઠરાવ રાષ્ટ્રીય નેતાઓની યાદી માટે જાહેર કરેલ છે તે ઠરાવ યથાવત રહેશે.. જેથી અમોએ ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ પોસ્ટ ના માધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબ શ્રી, વડાપ્રધાન સાહેબ શ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ માં, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાહેબ શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ ને લેખિતમાં ફરી એકવાર બાબાસાહેબ આંબેડકરની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લગાવવા માટે કાંતો રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં નામ નો સમાવેશ કરવા માટે અમોએ વિગતવાર લેખિત ની અંદર પોસ્ટ ના માધ્યમથી અરજી મોકલેલ છે સદર અરજીમાં રજૂઆત અમારી છે કે છેલ્લા બે વર્ષથી અમો જે માંગણી કરી રહ્યા છે તે માંગણી શું અમારી ખોટી છે? અમે શું ખરેખર ખોટી માગણી કરી રહ્યા છે?? કેમ અમારી માગણીના અનુસંધાનમાં અમોને ન્યાય આપવામાં આવતો નથી?? લોકલાડીલા વડાપ્રધાન શ્રી ને મોકલી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી હોય બાબાસાહેબ ના નામ સામે વાંધો શું છે,, આજરોજ બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ની યાદી માં સમાવેશ કરવા પાછળનું રહસ્ય શું છે ??કેમ સમાવેશ કરવામાં આવતો નથી શું બાબાસાહેબ રાષ્ટ્રીય નેતા નથી?? આધુનિક ભારતની રચના કરવામાં સિંહફાળો નથી આપ્યો? આ બાબતે ગુજરાત સરકારે મૌન કેમ ધારણ કર્યું છે?? કોઈ યોગ્ય પ્રત્યુત્તર કેમ આપતા નથી..જેથી અમોએ વડાપ્રધાન શ્રી તથા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આ છેલ્લી અરજી કરેલ છે અને આ અરજી બાદ પણ જો અમને અમારી જે માંગણી છે માગણીઓ સંતોષવામાં નહીં આવે અમે નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીશું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આ બાબતે કરીશું એમ મૂળનિવાસી મુંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે જાય હતું જય ભીમ જય સંવિધાન..
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા