– હવે એપ્રિલમાં સુનાવણી

સુપ્રિમ કોર્ટએ કેન્દ્રની પાસે બીબીસી ડોક્યુમેન્ટ્રી “ઇન્ડિયા: ધી મોદી ક્વેશ્ચન” ને બ્લોક કરવાને લઇને પોતાના નિર્ણય સંબંધિત રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટએ કહ્યું કે, અમે સરકાર પાસેથી આ ડોક્યુમેન્ટ્રી સાથએ જોડાયેલી ફાઇલની માંગણી કરી રહ્યા છીએ અે તેની તપાસ પણ કરશું.

સુપ્રિમ કોર્ટએ વર્ષ 2002ના ગુજરાતમાં થયેલા રમખઆણો સંબંધિત બીાબીસી ડોક્યુમેન્ટ્રીને સેન્સર કરવાથી રોકવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રને નોટિસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટએ જણાવ્યું કે, કેન્દ્રએ ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રિમ કોર્ટએ કેન્દ્રને બીબીસીની ડોક્યુમેન્ટ્રી “ઇન્ડિયા: ધી મોદી ક્વેશ્ચન”ને બ્લોક કરવા માટે પોતાના નિર્ણય સંબંધિત રિપોર્ટ રજુ કરવા માટે કહ્યું છે. આ કેસની સુનાવણી એપ્રિલમાં થશે.

આ પહેલા વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ અહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણની તરફથી વરિષ્ઠ સીયૂ સિંહએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે, આ એક એવો કેસ છે, જ્યાં સાર્વજનિક રીતે આદેશ વગર આપત્તિજનક સ્થિતિઓ ઉભી થઇ છે. તેમણે જણાવ્યું કે, ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરનારના ટ્વિટર બ્લોક કરવામાં આવ્યા છે. આ ઘટના પર સુપ્રિમ કોર્ટએ કહ્યું કે, અમે સરકાર સાથે જોડાયેલા આદેશની ફાઇલ માંગી રહ્યા છિએ અને તેમની તપાસ ચાલુ છે.

જયારે, સુપ્રિમ કોર્ટએ 30 જાન્યુઆરીના રોજ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્ષ 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની વિવાસ્પદ ડોક્યુમેન્ટીને બેન કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારનાર અરજીઓ પર આવતા સોમવારે સુનાવણી થશે.

21 જાન્યુઆરીના રોજ કેન્દ્રએ બેન લગાવ્યો
ઉલ્લેખનીય છે કે, 21 જાન્યુઆરીના કેન્દ્ર સરકારે વિવાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી “ઇન્ડિયા: ધી મોદી ક્વેશ્ચન”ને દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. જો કે, કેટલીય શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થી સંગઠનોમાં વિદ્યાર્થી સંગઠનોને ડોક્યૂમેન્ટ્રીના પ્રદર્શનને લઇને હંગામો કરી દીધો છે, જેના પર વિવાદની સ્થિતિ જોવા મળી છે.

ડોક્યુમેન્ટ્રી એવું શું છે, જેના પર વિવાદ થઇ રહ્યો છે?
બ્રિટીશ બ્રોડકાસ્ટર બીબીસીએ “ઇન્ડિયા: ધી મોદી ક્વેશ્ચન” શિર્ષક હેઠળ બે પાર્ટમાં એખ નવી સિરિઝ બનાવી છે. જેમાં વડાપ્રધાનની શરૂઆતની રાજનૈતિક સફર પર વાત કરવામાં આવી છે. જયારે, સંઘની સાથે તેમનું જોડાણ, ભાજપમાં તેના પદમાં વધારો, અને ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં તેમની નિયુક્તિની ચર્ચામાં પણ કરવામાં આવી છે. મોદીએ મુખ્યમંત્રી રહેતા ગુજરાતમાં થયેલા રમખાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ભાગમાં ગુજરાતમાં રમખાણોમાં વડાપ્રધાન મોદીની કથિત ભૂમિકાની વાત કરવામાં આવી છે. જેને લઇને વિવાદ ચાલી રહ્યો છે.