બિલ ગેટ્સની ઓળખ તેમના માઈક્રોસોફ્ટના કારણે છે. પરંતુ તેમનો ભારત પ્રત્યે પ્રેમ પણ બધા જાણે જ છે. આ વખતે તેમણે પોતાની જાતે રોટલી બનાવી અને ઘી લગાવીને ખાધી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક સમયે દુનિયાના સૌથી અમીર શખ્સ રહી ચુકેલા અને માઈક્રોસોફ્ટના પૂર્વ ચેરમેન બિલ ગેટ્સનો ભારત પ્રેમ બધા જાણે જ છે. તે પોતાનો લાંબો સમય ભારતમાં જ પસાર કરતા હતા. જગજાહેર છે કે ભારતમાં સમય પસાર કર્યા બાદ ભારતીય વાનગીઓ પ્રત્યેનો પ્રેમ બહાર આવી જ જાય છે.

પરંતુ આ વખતે તેમનો પ્રેમ ભારતની રોટલી માટે દેખાયો છે. આટલું જ નહીં તેમણે જાતે રોટલી બનાવી અને ઘી લગાવીને તેને ખાધી પણ ખરી. રોટલી બનાવતા તેમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બિલ ગેટ્સે બનાવી રોટલી
બિલ ગેટ્સે સેલિબ્રિટી શેફ ઈટાન બર્નેથની સાથે મળીને રોટલી બનાવી. આ વીડિયોને સેલિબ્રિટી શેફે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં બર્નેથે બિલ ગેટ્સને લોટ બાંધવાથી લઈને રોટલી બનાવવા અને ઘી લગાવવા સુધીની સંપર્ણ પ્રોસેસ જણાવી.

બિલ ગેટ્સે ટેડી-મેડી રોટલી બનાવી પણ ખરી. જોકે તવા પર એ રોટલીને શેકવામાં આવી જેને બર્નેથે બનાવી હતી. ત્યાર બાદ રોટલી પર ઘી લગાવીને બંન્નેએ તેનો આનંદ લીધો.

વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
વીડિયો ગુરૂવારે ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. બિલ ગેટ્સને રોટલી બનાવતા જોઈ લોકોને ખૂબ મજા આવી રહી છે. અત્યાર સુધી લગભગ 1 લાખ, 80 હજાર લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. આ ઉપરાંત 139 રીટ્વીટ, 1300થી વધારે લોકો વીડિયો પોસ્ટને લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત વીડિયો પર મોટી સંખ્યામાં કમેન્ટ પણ કરી રહ્યા છે.