સુપ્રિમ કોર્ટએ 21 મેના રોજ યોજાનારી NEET-PG 2022ને સ્થગિત કરવાની અરજીને ફગાવતા કહ્યું કે આ સમયે જો પરીક્ષા સ્થગીત કરવામાં આશે તો તે અરાજકતા અને અનિશ્ચિતતા ઉત્પન્ન કરશે. જેમાં તૈયારી કરનારા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામે ખોટું થશે.
- Advertisement -
કોર્ટએ ટિપ્પણી કરતા કહ્યું કે, એડમિશનમાં કોઇ પણ પ્રકારનું મોડું થાય તો દર્દીઓની સારવાર અને હોસ્પિટલમાં કામ પ્રભાવિત થઇ શકે છે. પરીક્ષા સ્થગિત કરવાના વિચારને નકારી કાઢવા કહ્યું. વિચાર- વિમર્શ કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે હવે આ સમયે પરીક્ષા સ્થગીત કરીને દર્દીની સારવારને પ્રભાવિત ના કરવી જોઇએ.
કોર્ટએ આગળ કહ્યુ કે, રાજય સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં એવા ડોક્ટોરો છે, જેમણે 2022ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 2 લાખ 6000થી વધારે ડોક્ટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે છેલ્લા 2 વર્ષોમાં પરીક્ષામાં બેસનારા ડોકટરોની સંખ્યાની તુલનાએ ઘણી વધારે છે. પરીક્ષામાં વિલંબથી બીજા ક્ષેત્રો જેવા કે સુપર સ્પેશ્યાલિટી એડમિશનને પણ પ્રભાવિત કરશે.
આ વર્ષ અમારી પાસે છેલ્લા 2 વર્ષોમાં થયેલી પરીક્ષામાં વિલંબના કારણ કોરોના વાઇરસની ચિંતા નથી. હવે પરીક્ષામાં વિલંબથી તેની વ્યાપક અસર પડશે. જેના પર સુપર સ્પેશ્યાલિટી પરીક્ષા એટલે કે ઇન્ટર્નશિપની છેલ્લી તારીખને પણ અસર કરશે.
- Advertisement -