– જો કોઇ કરદાતાનો ટેક્સ 50 લાખથી ઓછો હોય તે અસેસમેન્ટની નોટીસ મોકલવામાં નહીં આવે
નાના કરદાતાઓ માટે સરકાર તરફથી આજે એક રાહતના સમાચાર આવ્યા છે. સીબીડીટીના અધિકારીઓએ કહ્યું છે કે, 50 લાખ રૂપિયાથી ઓછા ટેક્સવાળી 6 વર્ષ જુની ફાઇલોને ખોલવામાં નહીં આવે. એટલે કે આવા કરદાતાઓને સરકારની તરફથી મોટી રાહત આપવામાં આવી. એવામાં નાણાકિય વર્ષ 2012-13,02013-14, અને 2014-15 દરમ્યાન જો કોઇ કરદાતાનો ટેક્સ 50 લાખથી ઓછો હોય તે અસેસમેન્ટની નોટીસ મોકલવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારએ બજેટ 2021-22માં ઇનકમ ટેક્સ અસેસમેન્ટ ફરીથી ખોલવાનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો, જો કે આયકર વિભાગએ ત્યાર પછી પણ 3 વર્ષથી ઉપરના માટે ટેક્સથી જોડાયેલા બધા કેસોમાં રી-અસેસમેન્ટ માટે નોટીસ મોકલી હતી.
- Advertisement -
આ કરદાતાઓને રાહત નહીં મળે
6 વર્ષ જુની ફાઇલોને તો નોટીસ મોકલવામાં નહીં આવે, પરંતુ સીબીડીટીએ કહ્યું કે, વર્ષ 2015-16 અને 2016-17 માટે કારણ જાણવા નોટીસ મોકલવામાં આવી શકે છે.
આ પહેલા 30 દિવસમાં રીઅસેસમેન્ટની પ્રક્રિયા શરી કરીને તેમની જાણકારી ટેક્યપેયરને આપવી જોઇએ. સીબીડીટીના ટેક્સ અધિકારીઓએ એ પણ કહ્યું કે, જે ટેક્સ પેયરને રી-અસેસમેન્ટ માટે બે અઠવાડિયાનો સમય આપવો. જો ટેકસ પેયરની તરફથી કોઇ સમય વધારવાનો અનુરધ કરવામાં આવે તો સમય સીમા વધારવામાં આવી શકે છે.
સરકારએ બજેટમાં ઇનકમ ટેક્સ અસેસમેન્ટને ફરીથી ખોલવા માટેનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો, તેની સાથે રીઅસેસમેન્ટ માટે નોટીસ મોકલવામાં આવી હતી. ત્યાર પછી આ નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી હતી.
- Advertisement -
અરજી દાખલ થતા આયકર વિભાગએ સુપ્રિમ કોર્ટમાં આ નોટીસને ચાલુ રાખવા માટે સામે અરજી દાખલ કરી. મુખ્ય અદાલતએ આયકર વિભાગના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો, જો કે ત્યાર પછી હવે આયકર વિભાગએ નાના કરદાતાઓને રાહત આફવાનો નિર્ણય કર્યો છે.