બોઇંગના સ્ટારલાઇનરમાં કે SpaceX સાથે આવતા વર્ષે પાછા લાવશે એ હજુ રહસ્ય
અમેરિકન એરક્રાફ્ટ કંપની બોઇંગ અને નાસાનું સંયુક્ત ’ક્રુ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ અંતર્ગત બૂશ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ બન્ને અવકાશયાત્રીઓ આઠ દિવસીય નિયોજિત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર છે. આમાં સુનીતા અવકાશયાનની પાયલટ અને તેમની સાથે આવેલા બુશ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. તેઓ 5 જૂને નીકળીને 6 જૂનના રોજ બપોરે 1.34 કલાકે, સ્ટારલાઈનરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના હાર્મની મોડ્યુલના આગળના પોર્ટ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. 13 જૂને પરત આવવાના તેમના નિર્ધારિત પ્રોગ્રામમાં, સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ સમસ્યા હિલિયમ ગેસના લીકેજને કારણે સમસ્યા ઉભી થતા, નાસા તેની નવી બોઇંગ કેપ્સ્યુલ સાથે મુશ્કેલીમાં મુકાયા બાદ તેના અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેવી રીતે અને ક્યારે પરત કરવા તે અંગે સંઘર્ષ કરી રહ્યું છે. બોઇંગની મુશ્કેલીગ્રસ્ત કેપ્સ્યુલને લઈને તેમનાં પરત ફરવામાં વારંવાર વિલંબ થયો છે. બે અવકાશયાત્રીઓ બે મહિનાથી વધુ સમયથી અવકાશમાં ફસાયેલા છે, તેમની પરત ફરવાની કોઈ પુષ્ટિ તારીખ નથી.અને હવે લાગી રહ્યું છે કે તેમની ઘરવાપસી આઠ મહિના વટાવી જશે? સમસ્યાની શરૂઆત તો, લોન્ચ કરવાના પ્રથમ પ્રયાસ 6 મેના રોજ કરવામાં આવ્યો હતો ત્યારે જ થઈ ગઈ હતી. તે દિવસે પ્રક્ષેપણના માત્ર બે કલાક પહેલા, રોકેટના ઉપલા તબક્કામાં પ્રેશર વાલ્વમાં સમસ્યાને કારણે લોન્ચનું કાઉન્ટડાઉન અટકાવી દેવામાં આવ્યું હતું. નિષ્ણાતો અને ઇજનેરોએ પછી થોડા વધુ અઠવાડિયા માટે સ્ટારલાઇનર પર કામ કર્યું, આગલી પ્રક્ષેપણ તારીખ 1 જૂન નક્કી કરવામાં આવી. જો કે, સોફ્ટવેરની ખામીઓને કારણે મિશન ફરી એકવાર વિલંબિત થયું અને જ્યારે સ્ટારલાઇનર આખરે સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ5 જૂને જ્યારે સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે છેલ્લી ક્ષણે તેના કોમ્પ્યુટરમાં ખામી સર્જાઈ હતી. પહેલો પ્રયાસ નિરર્થક ગયો. તો બીજી વખત લોન્ચ કરવામાં સફળતા મળી હતી.
- Advertisement -
લોન્ચિંગ પહેલા જ વાલ્વમાંથી વિચિત્ર પ્રકારનો અવાજ આવી રહ્યો હતો. અવકાશયાનમાં ઓક્સિડાઈઝરના પ્રવાહને નિયંત્રિત કરતા વાલ્વમાં ખામી સર્જાઈ હતી. (ઓક્સિડાઇઝર, રોકેટના ઇંધણને બાળવા માટે ઉપયોગી રસાયણો.) બીજું, અવકાશયાનમાં ઘણા થ્રસ્ટર્સ હોય છે. તેમની મદદથી અવકાશયાન તેનો માર્ગ અને ગતિ બદલે છે. તેમાં હિલીયમ ગેસ હોવાને કારણે રોકેટ પર દબાણ સર્જાય છે. જે રોકેટને તેની ઉડાનમાં મદદ કરે છે. નાસાએ જણાવ્યું હતું કે સ્પેસક્રાફ્ટના સર્વિસ મોડ્યુલના થ્રસ્ટરમાં એક નાનો હિલિયમ લીક છે.પ રંતુ બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, લોન્ચ થયાના 25 દિવસમાં સ્પેસક્રાફ્ટના કેપ્સ્યૂલમાં 5 થર્સ્ટરમાં હિલિયમ લીક થઈ જતા 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વધુમાં, પ્રોપેલન્ટ વાલ્વ સંપૂર્ણપણે બંધ ન થયો. અવકાશમાં હાજર ક્રૂ અને અમેરિકામાં બેઠેલા મિશન મેનેજર સાથે મળીને તેને ઠીક કરવામાં સક્ષમ નથી.
9 જૂનના રોજ, નાસાએ જાહેરાત કરી હતી કે બે અવકાશયાત્રીઓની પરત ફરવાની તારીખમાં વિલંબ થશે જેઓ ઈંજજ પર માત્ર એક અઠવાડિયું વિતાવવાનું હતું! કારણ કે ઇજનેરો સ્ટારલાઇનરની સિસ્ટમ ચેકઆઉટ પર વિચાર કરી રહ્યા હતા. 14 જૂને, બીજા વિલંબની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ અવકાશયાત્રીઓ હવે 25 જૂને પરત થવાના હતા. વળી, 21મી જૂને અવકાશયાન અને અવકાશયાત્રીઓની પરત ફરવાની તારીખ બદલીને જુલાઈ કરવામાં આવી હતી. 10 જુલાઇના રોજ, લોકો તેમના પ્રિય અવકાશયાત્રીઓના સલામત અને ઝડપી પરત આવવાની આશા રાખવા લાગ્યા, હવે જ્યારે ઓગસ્ટ મહિનો આવી ગયો છે, ત્યારે નાસા તરફથી આશ્વાસન આપનારા અપડેટ્સ અને નિવેદનો આવ્યા છે, પરંતુ તેઓની પરત ફરવાની કોઈ વાસ્તવિક તારીખ આપવામાં આવી નથી. (અને હવે તો એવી વાત સામે આવી છે કે તેઓ ફેબ. 2025માં પરત થશે.) હવે નાસા શું એક્શન લેશે? તેમને બોઇંગના સ્ટારલાઇનરમાં લાવશે કે એ અથવા તેમને જાફભયડ સાથે આવતા વર્ષે પાછા લાવશે એ હજુ રહસ્ય છે. પરીક્ષપણો ચાલુ છે, બોઇંગ તેના અવકાશયાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ નાસા તેના પર સ્પષ્ટ નથી. અને હવે આગામી સપ્તાહે તે અંગે નિર્ણય આવે એવું સૂત્રો કહી રહ્યા છે. ગઅજઅ 100,000 થી વધુ કોમ્પ્યુટર મોડેલ સિમ્યુલેશનનું સંચાલન કરી રહ્યું છે જેથી તેઓને પૃથ્વી પર પાછા લાવવાનો શ્રેષ્ઠ માર્ગ શોધી શકે, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરને સુરક્ષિત રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશનો ઉકેલ મેળવવામાં હજુ સુધી સફળતા મળી નથી. બોઇંગ કંપની કે જે ઘણી વિવાદાસ્પદ રહી છે તેણે અને નાસાએ ઘણા વર્ષો પહેલા બે માનવરહિત પરીક્ષણ ફ્લાઇટ્સ શરૂ કરી હતી. પ્રથમ ફ્લાઇટ લગભગ નિષ્ફળ ગઈ હતી, પરંતુ બીજી ફ્લાઇટ સફળ રહી કહેવાય. બોઇંગ અને સ્પેસએક્સ 2019થી સ્પેસ રેસમાં છે.
બોઇંગને નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામમાં 4.8 બિલિયનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જ્યારે સ્પેસએક્સને તેમના પોતાના સ્પેસ મશીનો વિકસાવવા માટે 3.1 બિલિયન આપવામાં આવ્યા હતા. સ્પેસએક્સે તાજેતરના વર્ષોમાં બોઇંગને પાછળ છોડી દીધું છે. વળી, ઍરક્રાફ્ટ કંપની બોઇંગ આ સમયે ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે, કારણ કે તાજેતરના સમયમાં કંપની મોટા કૌભાંડો બહાર આવ્યા છે, તેના 737 મેક્સ એરક્રાફ્ટ સાથે એક પછી એક ઘણી સમસ્યાઓ પ્રકાશમાં આવી છે, કૌભાંડો બહાર પાડનાર વ્હિસલબ્લોઅરના રહસ્યમય મૃત્યુ તેમ છતાં તેને કોન્ટ્રાકટ કેમ અપાયો તે પણ પ્રશ્ન છે. અને હવે આ મોટી દુર્ઘટના. હવે, નાસા અને બોઇંગ વારંવાર આત્મવિશ્વાસપૂર્ણ નિવેદનો જારી કરી રહ્યાં હોવા છતાં, સમસ્યા હવે ત્યારે સામે આવી છે જ્યારે એવું બહાર આવ્યું છે કે નાસાએ સ્ટારલાઇનરને “બિન-ઇમરજન્સી સંજોગો”માં ઉડાન ભરવાની મંજૂરી આપી નથી! બીજું, છેલ્લા કેટલાક દિવસોમાં, સ્પેસએક્સના કેપ્સ્યુલ ડ્રેગન, બોઇંગના કટ્ટર શત્રુ પર આ ક્રૂ પરત ફરવાની સંભાવનાને નકારતું નાસા હવે તેના પર વિચારતું થયું છે. નાસાએ પરત થવાની ચોક્કસ તારીખમાં વિલંબ કર્યા પછી, જો કે અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે જોખમમાં નથી, તેમ છતાં હાલના સંજોગોમાં તેઓ પાછા ફરી શકવા અસમર્થ છે.
- Advertisement -
અલબત્ત, શું સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે સક્ષમ હશે કે કેમ તેનો જવાબ મોટે ભાગે, ’હા’ છે. કારણ, અવકાશ ઉડ્ડયનમાં, પુન:પ્રવેશ એ અપવાદરૂપે ચોક્કસ ડોકિંગ પ્રક્રિયા કરતાં ઘણી ઓછી જટિલ છે જે અવકાશયાનને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન સુધી પહોંચવા માટે પસાર કરવી પડે છે. ઉપરાંત, પુન:પ્રવેશ પ્રક્રિયાના તબક્કા એવા જટિલ નથી કે જેના કારણે આ ટેસ્ટ ફ્લાઈટમાં અત્યાર સુધી કોઈ સમસ્યા થઈ હોય.