By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ર૯૩૮ શિક્ષણ સહાયકોનું નવનિયુકત માનવબળ જોડાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ર૯૩૮ શિક્ષણ સહાયકોનું નવનિયુકત માનવબળ જોડાયું
રાષ્ટ્રીય

રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ર૯૩૮ શિક્ષણ સહાયકોનું નવનિયુકત માનવબળ જોડાયું

Khaskhabar Editor
Last updated: 2021/06/01 at 3:33 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિમણૂંક પત્રો એનાયત કર્યા-શિક્ષણ મંત્રી-શિક્ષણ રાજ્ય મંત્રીની ઉપસ્થિતી

 રાજ્ય સરકારે એક દાયકામાં ૧૪ હજાર શિક્ષકોની ભરતી કરી છે.

- Advertisement -

 આ વર્ષે કોરોના કાળમાં પણ ભરતી પ્રક્રિયા ફેઇસ લેસ-પેપર લેસ ઢબે કરીને શિક્ષણ વિભાગે પારદર્શીતા-ટ્રાન્સપરન્સી દર્શાવી.

 શિક્ષકનો વ્યવસાય મની મેકીંગ નહિં-નોબેલ પ્રોફેશન છે

 આપણે એવી ભાવિ પેઢી તૈયાર કરવી છે જે ભારતને વડાપ્રધાનશ્રી સંકલ્પનાનું આત્મનિર્ભર ભારત-વિશ્વગુરૂ ભારત બનાવે

- Advertisement -

 મોરલ બાઇન્ડીંગ સાથેના એજ્યુકેશનથી રાષ્ટ્રનિર્માણમાં સિંચિત ચારિત્ર્યવાન અને પડકારો ઝિલવા સજ્જ પેઢીના ઘડવૈયાની ઉમદા તક આ નોબેલ પ્રોફેશનથી નવનિયુકત શિક્ષકોને મળી છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા કતૃત્વથી વધારે દૈદિપ્યમાન બનાવવાનું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં પણ ‘‘ગુરૂ ગોવિંદ દોનો ખડે…’’ ઊક્તિ પ્રચલિત છે. એટલે કે ગુરૂની કૃપા તેની જ્ઞાન પુરૂં પાડવાની ક્ષમતાથી જ ગોવિંદના પણ દર્શન થઇ શકે છે.
મુખ્યમંત્રીએ શિક્ષકના વ્યવસાયને નોબેલ પ્રોફેશન ગણાવતાં એમ પણ કહ્યું કે, આ વ્યવસાય મની મેકિંગ નથી પરંતુ સમાજની ઉચ્ચ સંસ્કાર યુકત ચારિત્ર્યવાન ભાવિ પેઢીનું ઘડતર કરવાનું ઉત્તમ સેવાદાયિત્વ આ વ્યવસાય પુરૂં પાડે છે.
તેમણે જણાવ્યું કે રાજ્યની શાળાઓમાં કોરોના દરમ્યાન શાળાઓ બંધ હતી પણ શિક્ષણ નહિ, શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને કોઇ વિષયોના અભ્યાસમાં તકલીફ કે રૂકાવટ ન આવે તે હેતુસર રાજ્ય સરકારે કોરોના સંક્રમણના કાળમાં પણ ફેઇસ લેસ પેપર લેસ-ટ્રાન્સપેરન્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરી આ નવનિયુકત શિક્ષકોનું ચયન-પસંદગી ગુણવત્તાના ધોરણે કરી છે. શિક્ષણ વિભાગને આ માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યુ કે, પાછલા એક દસક-૧૦ વર્ષમાં રાજ્યની શાળાઓમાં ૧૪ હજાર જેટલા શિક્ષકોની ભરતી આ સરકારે કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, ઓનલાઇન શિક્ષણનો નવતર અભિગમ અપનાવી રાજ્ય સરકારે કોરોના દરમ્યાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની પણ કાળજી લીધી છે. શિક્ષક સમુદાય કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં પણ કોરોના વોરિયર્સ તરીકે જોડાયો તેની તેમણે પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવનિયુકત શિક્ષકોને શિખ આપતાં કહ્યું કે, આપણે એવી ભાવિ પેઢી તૈયાર કરવી છે જે ભારતને પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાનું આત્મનિર્ભર ભારત, વિશ્વગુરૂ ભારત બનાવે.
એટલું જ નહિ, મોરલ બાઇન્ડીંગ સાથેના એજ્યુકેશનથી રાષ્ટ્રનિર્માણમાં સિંચિત અને ચારિત્ર્યવાન સાથે પડકારો ઝિલવા સજ્જ પેઢીના ઘડવૈયા બનવાનું ઉમદા સેવાદાયિત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પ્રતિકરૂપે ગાંધીનગરમાં પાંચ નવનિયુકત શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટરો દ્વારા આવા નિયુક્તિ પત્રો અર્પણ થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ વિડીયો લીન્ક દ્વારા જિલ્લા સ્તરે પણ પ્રસારિત થયો હતો.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યવ્યાપી બ્રીજકોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે, માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થિઓને પાછલા ધોરણના મુખ્ય વિષયોના અગત્યના પ્રકરણો સમજાવવા માટે આ બ્રીજકોર્સ આવશ્યક છે.
તેમણે કહ્યું કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શીખવાની અને શિક્ષકને પ્રત્યક્ષ શીખવાડવાની આદત હોય છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહ્યા છે અને માસ પ્રમોશન પણ મેળવ્યું છે ત્યારે શિક્ષકો બ્રીજકોર્સ થકી વિદ્યાર્થિઓને નવા વિષયો ભણવા માટે સજ્જ બનાવે તે જરૂરી છે. આજે જે વિદ્યાર્થી અગિયારમા ધોરણમાં છે તેણે ધોરણ ૯ અને ધોરણ ૧૦ની પરીક્ષા આપી નથી. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે બ્રીજ કોર્સ અતિ ઉપયોગી બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે મેનપાવર મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવમેન્ટ રાજ્ય સરકારનો સંકલ્પ છે ત્યારે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૮૦૦ શિક્ષણ સહાયકોને નિમણૂંક હુકમ આપી દેવામાં આવ્યા છે અને આજે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિમણુંક હુકમ એનાયત થયા છે. આ નિમણુંકને પરિણામે રાજ્યમાં ટીચર સ્ટુડન્ટ રેશીયો ૩૦:૧ થી પણ ઓછો આવશે.
મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે પ્રતિનિધિ શિક્ષકોને નિમણૂંક હુકમ એનાયત કર્યા હતા. પસંદગી પામેલ શિક્ષકો પૈકી ૨ શિક્ષકોએ મુખ્યમંત્રીસમક્ષ પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રતિભાવોમાં આદિજાતિ ક્ષેત્ર છોટાઉદેપૂર જિલ્લામાં નવી નિમણૂંક મેળવનારા પૃથ્વીરાજસિંહે આટલી પારદર્શીતા અને ગુણવત્તાના ધોરણે થયેલી ભરતી માટે મુખ્યમંત્રીશ્રી-શિક્ષણ મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, સંયુક્ત નિયામક એચ. એન. ચાવડા ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને નિમણૂંક પામેલા શિક્ષણ સહાયકો વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

You Might Also Like

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં.૧૦માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સુશાસનભર્યા સાત વર્ષ પૂર્ણ થતા ભાજપ ઘ્વારા સેવાકીય કાર્યક્રમો અંતર્ગત ભીક્ષુકોને ભોજન કરાવાયું
Next Article પીવાના પાણી સહિતના લોકપ્રશ્નોની માહિતી મેળવી સત્વરે ઉકેલ માટે સબંધીત અધિકારીઓને સ્થળ પર જ સુચિત કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?