By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    12 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    11 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    11 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    12 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    12 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાસ-ખબર: એવું તે શું છે ખાસ એમાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ખાસ-ખબર: એવું તે શું છે ખાસ એમાં?
Authorખાસ-ખબર

ખાસ-ખબર: એવું તે શું છે ખાસ એમાં?

Khaskhabar Editor
Last updated: 2022/08/12 at 6:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

મુદ્રણ કળા એટલે કે પ્રિન્ટીંગ ટેક્નોલોજીની શોધ પંદરમી સદીમાં ગુટેનબર્ગ નામના વ્યક્તિએ કરી. આજે આપણે સૌ ઝુકરબર્ગની ફેસબુકના સમયમાં જીવી રહ્યા છીએ, એ રીતે વિશ્વના ભૌગોલિક અંતરના છેડા સીવી રહ્યા છીએ. આ આખી યાત્રા આમ જુઓ તો ગુટેનબર્ગથી ઝુકરબર્ગ સુધીની છે તેવું કહેવું હોય તો કહી શકાય પરંતુ યાત્રા ત્યાંથી શરુ થઈ હતી. સોશિયલ મીડિયા પર તે પૂર્ણ થઈ નથી. આપણા હાથમાં કે ખોળાંમાં રહેલા વિવિધ સાધનો- મોબાઈલ ફોન, ટેબલેટ, લેપટોપમાં સમાચારોની દુનિયા અને દુનિયાના સમાચારો ઠલવાય છે પરંતુ એને લીધે માધ્યમોના મુખ્ય પ્રવાહ પર અત્યાર સુધી કોઈ મોટી ઘેરી અને વિપરિત અસર થઈ નથી. સમાચાર વંચાવવાના અને વાંચવાના માધ્યમ બદલાયાં છે. પરંતુ આજે પણ વ્હોટસએપમાં કોઈ સામાન્ય માણસ પોસ્ટ કરે અને કોઈ પત્રકાર કંઈ મૂકે તેની વચ્ચેનો ભેદ તો સ્પષ્ટ છે. રાજકોટથી સોશિયલ મીડિયા પર છેલ્લા બે વર્ષથી પ્રસારિત થતું ડિજિટલ અખબાર ખાસ ખબર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સામાન્ય રીતે અખબાર તો પ્રકાશિત થાય-છપાય. પરંતુ આ ખાસ ખબર એવું છાપું છે જે છપાતું નથી. છતાં આંગળીના એક પલકારે વિશ્વભરમાં પહોંચે છે. જેમ્સ ઓગસ્ટસ હીકીએ 1780ની 29 જાન્યુઆરીએ પ્રથમ અખબાર બેંગાલ ગેઝેટનું પ્રકાશન ભારતની ધરતી પરથી કર્યું. આજે તો ગુજરાતી પત્રકારત્વનું પણ 201મું વર્ષ ચાલી રહ્યું છે. મુંબઈ સમાચારની સ્થાપનાને હમણાં જ 1 જુલાઈએ 200 વર્ષ પૂર્ણ થયા. આટલા બધા દાયકાઓમાં કેટકેટલાં વર્તમાનપત્રો શરુ થયાં, વંચાયા, વેંચાયા, વહેંચાયા, વખણાયા, ટક્યાં કે અટક્યાં. દરેક વર્તમાનપત્રે પોતાની એક અલગ સંસ્કૃતિ સ્થાપી એમ કહીએ તો ખોટું નથી. ઈંગ્લીશ છાપાંઓ પણ તેમાં આવી જાય અને હિન્દી બેલ્ટના અખબારો તથા ત્યાંથી અહીં આવીને ગુજરાતી સંસ્કરણો શરુ કરીને એક ક્રાંતિ કરનાર જૂથો પણ આવી જાય. આ સેંકડો પ્રકાશનો-અખબારોની વચ્ચે બે વર્ષ પહેલાં શરુ થયેલાં ખાસ ખબરમાં એવું તે શું ખાસ છે કે તેના લેખાંજોખાં કરવાં પડે.
આમ જુઓ તો બે વર્ષ એટલે આ વર્તમાનપત્રની બાલ્યાવસ્થા છે પરંતુ કેટલાક બાળકો સુપર બ્રેઈન હોય છે ને! બાળવયથી જ એક્સટ્રા ટેલેન્ટેડ-વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર. બસ એમ સમજો કે ખાસ ખબરનું પણ એવું જ છે. ના, સ્થાપના દિવસ છે એટલે ઠાલાં વખાણ કરવાં એવો કોઈ ઈરાદો નથી. આપણે એની ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવશે કે આ વાત ખોટી નથી. જે લોકો અખબારી ઈતિહાસને જાણે છે, એમણે એવું ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે કે કોઈ અખબાર બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન શરુ થયું. કોઈ વર્તમાનપત્ર આઝાદીની લડત દરમિયાન શરુ થયું અને પ્રતિબંધિત થયું વગેરે વગેરે. આ ખાસ ખબર આઝાદીની તો શું, અનામતની લડત વખતે પણ શરુ થયું નથી છતાં તેનું ઐતિહાસિક મૂલ્ય છે(ઐતિહાસિક મૂલ્ય હંમેશા થોડા સમય પછી જ અંકાતું હોય છે) તે એ છે કે વિશ્વની છેલ્લી એક સદીની સૌથી ગંભીર અને મોટી, વિશ્વ વ્યાપી મહામારીની કટોકટીમાં તે શરુ થયું હતું.
જ્યારે લોકો ઘરે અખબાર મંગાવતા ડરતા હતા, જ્યારે મેગેઝીન ઈન્ડસ્ટ્રી આર્થિક મહામારીના ભરડામાં હતી. વર્તમાનપત્રોને લોકો વાઈરસનું માધ્યમ માનતા તેવા સમયે આ ઓનલાઈન કે ડિજિટલ અખબાર શરુ થયું. પ્રિન્ટ મીડિયાનું શું થશે? એવા પ્રશ્નાર્થો થતા હતા, મોટા મોટા મીડિયા ગ્રુપ પણ આ ગૂંચવણમાં હતા ત્યારે અચાનક જ એક બપોરે મોબાઈલ ફોનની સ્ક્રીન પર આ ડિજિટલ વર્તમાનપત્ર દેખાયું-ખાસ ખબર. લોકોને થયું આવું કેટલો સમય ચાલે, અને હજી વાચકોને આ રીતે છાપાં વાંચવાની ટેવ પણ નથી, કોણ આ ડાઉનલોડ કરશે? કોણ વાંચશે…?ખાસ ખબરની ટીમે આ એક પણ સવાલનો જવાબ બોલીને આપ્યો નહીં પરંતુ દરરોજ અખબાર અપલોડ કરીને આપ્યો. કિન્નર આચાર્ય આ ટીમના લીડર બન્યા. સ્પષ્ટ વાત, સ્પષ્ટ વિચાર એમની લેખનશૈલી, કાર્યશૈલી છે જે અહીં પહેલેથી જ દેખાઈ. પત્રકારત્વની વ્યાખ્યા, પત્રકારત્વના પ્રકાર એક કરતાં વધારે છે અને પોતપોતાની રીતે તે બધા સાચા પણ હોઈ શકે પરંતુ કિન્નરભાઈનું અને એમના કારણે ખાસ-ખબરનું પત્રકારત્વ ધારદાર, મારમાર રહ્યું છે.

રાજકોટથી સોશિયલ મીડિયા પર છેલ્લા બે વર્ષથી પ્રસારિત થતું ડિજિટલ અખબાર ખાસ ખબર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે,
સામાન્ય રીતે અખબાર તો પ્રકાશિત થાય-છપાય, પરંતુ આ ખાસ ખબર એવું છાપું છે જે છપાતું નથી. છતાં આંગળીના એક પલકારે વિશ્વભરમાં પહોંચે છે

- Advertisement -

હજી લોકોના મનમાં એવી છાપ છે કે ડિજિટલ અખબારને ગંભીરતાથી નથી લેવાતું પરંતુ ખાસ-ખબરના ક્ધટેન્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ નથી, લેખ હોય કે સમાચાર એનું ચોક્કસ ધોરણ છે

ખાસ-ખબર ડિજિટલી શરુ થયું ત્યારથી આ લે આઉટ અને ડિઝાઈનીંગની ટેક્સ્ટબુક નહીં પરંતુ રેફરન્સબુક કે થિસિસનો દરજ્જો ધરાવે છે, સરસ રજૂઆત, મોટા ભાગે સ્થાનિક ઘટનાને પહેલા પાને સ્થાન, લાંબું લખાણ નહીં. વાતને ચીગમની જેમ ચાવવાની શૈલી નથી, ચોકલેટની જેમ માણીને ગળે ઉતારી જવાનો અભિગમ છે

ક્યાંય સૃષ્ટુ-ગોળ ગોળ લખવાની વાત નહીં. એક ઘા અને બે કટકા એ શૈલીથી આ અખબાર ચાલ્યું. ખાસ-ખબરની ટેગલાઈન છે, છોડે નહીં કોઈ કસર-ખાસ ખબર. આપણા જાણીતા લેખક ડો. શરદ ઠાકર તો હળવાશથી એમ કહે કે છોડે નહીં કોઈને કિન્નર-ખાસ ખબર…
તરત જ એવી છાપ ઊભી થાય કે તમે નેગેટિવ સમાચારોના વખાણ કરો છો. અહીં વાત નેગેટિવ-પોઝિટીવની નથી થતી. પરંતુ રાજકોટ-સૌરાષ્ટ્રમાં બનતી કોઈ પણ ઘટનાની રજૂઆતની છે. અખબારો માટે એવું માનવામાં આવે છે કે તેણે કોઈ બાબતે સ્ટેન્ડ લેવું જોઈએ. તટસ્થતા દરેક વખતે ન પાલવે. આનો પ્રતિવિચાર હોઈ શકે પરંતુ ખાસ-ખબર લોકોને ગમ્યું તેના જેટલાં કારણ છે તેમાંનું એક મહત્વનું કારણ એ છે કે એણે સ્ટેન્ડ લીધું. શહેરના કોઈ નામાંકિત ડોક્ટર હોય કે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હોય. કાણાને કાણો કહેવાની નીતિ ખાસ-ખબરના પ્રથમ અંકથી વાચકોએ અનુભવી. ન્યૂઝ એ ન્યૂઝ છે એમાં ક્યાંય આસપાસની કોઈ વસ્તુ ભળે નહીં. બીજી મહત્વની વાત છે ખાસખબરની ભાષા. સૌમ્ય-ભદ્ર લોકોના નાકના ટીચકાં ચડે પરંતુ ખાસ ખબરે કોઈ નિર્દોષ કે કોઈ સામાન્ય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે જેવા તેવા શબ્દો નથી વાપર્યા અને કોઈ ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ બિલ્ડર માટે તુંકારો પણ ઉપયોગમાં લઈ લીધો છે. જરા પણ ડર્યા વગર. હિન્દી ફિલ્મોની પરિભાષામાં કહીએ તો પૂરે હોશો હવાસ કે સાથ. કોરોનાકાળમાં જ્યારે લોકોને સધિયારા કે કેટલાંક માર્ગદર્શનની જરુર હતી તો ખાસ ખબરે એ પણ છાપ્યું અને તંત્રનો કાન પણ હળવા હાથે આમળ્યો તો હતો જ. આ અખબારની મહત્વની વાત એ છે કે તેની પાસે પ્રિન્ટ મીડિયાના અનુભવી લોકોની ટીમ છે જેઓ સરળતાથી ડિજિટલ માધ્યમમાં ફેરવાઈ શક્યા છે. આજે-આજે એટલે આમ તો છેલ્લા બે દાયકાથી વર્તમાનપત્ર માત્ર લખેલા-છાપેલા શબ્દોનો સમૂહ નથી. ડિઝાઈનીંગનો બહુ મોટો હિસ્સો એના વિકાસમાં છે. સમય જ વિઝ્યુઅલ મીડિયાનો છે. એટલે અખબાર કે મેગેઝીન વાંચતા હોવાની સાથે તે જોતા હોવાનો અહેસાસ થવો જરુરી છે. મોબાઈલ કે ટેબલેટની સ્ક્રીન આપણી આંખને ખેંચે, ટીવીમાં જે દૃષ્યો છે તે આપણને આકર્ષે એ રીતે અખબાર આકર્ષવા જોઈએ. લેઆઉટ અને ડિઝાઈન આજે પ્રિન્ટ મીડિયાના બહુ મોટા પાસાં છે અને ખાસ-ખબર પાસે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતી એની ટીમ છે. 1997-98માં મુંબઈનું ગુજરાતી મિડ-ડે અખબાર સૌરભ શાહના તંત્રીપદમાં પ્રકાશિત થતું ત્યારે તેના લેઆઉટને ગુજરાતના અખબારો ટેક્સ્ટબુક તરીકે જોતાં. કોઈ પણ મોટી ઘટના હોય તેનું કવરેજ મિડ-ડેમાં બસ્સો-અઢી સો શબ્દોનું હોય. પરંતુ એનું અત્યંત આકર્ષક-અખબારી ભાષામાં કહીએ તો કેચી હેડીંગ હોય. સુઘડ અને આખી ઘટના વર્ણવી દેતો ફોટો હોય. એક પાનામાં પાંચેક આઈટેમ હોય પણ એવી રીતે ગોઠવી હોય કે આંખને ગમે.
રાજકોટમાં ત્યારે પોતાની કારકિર્દી શરુ કરી રહેલા પત્રકારો આ મિડ-ડેની રાહ જોતા. મિડ ડેના હેડીંગ, લેઆઉટની પત્રકારત્વના ક્લાસમાં ચર્ચા થતી. ખાસ-ખબર ડિજિટલી શરુ થયું ત્યારથી આ લે આઉટ અને ડિઝાઈનીંગની ટેક્સ્ટબુક નહીં પરંતુ રેફરન્સબુક કે થિસિસનો દરજ્જો ધરાવે છે. સરસ રજૂઆત. મોટા ભાગે સ્થાનિક ઘટનાને પહેલા પાને સ્થાન, લાંબું લખાણ નહીં. વાતને ચીગમની જેમ ચાવવાની શૈલી નથી. ચોકલેટની જેમ માણીને ગળે ઉતારી જવાનો અભિગમ છે. જો કોઈ કૌભાંડ કે પર્દાફાશ હોય તો શરમના કપડાં ઓઢાડ્યા-પહેરાવ્યા વગરની સીધીને સટ સોંસરવી ભાષા. તો કોઈ અધિકારીની પીઠ થાબડવામાં પણ પાછા પડવાનું નહીં. રાજનીતિ, લોકપ્રશ્નો, મનોરંજન, રમત-ગમત એવાં તમામ ક્ષેત્રો ખાસ-ખબરમાં દરરોજ જોવા મળે જ. શહેરમાં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળે.
અખબારો રવિ અને બુધવારે મુખ્ય પૂર્તિ આપે, અન્ય દિવસોમાં ધર્મ, મહિલાઓ વગેરે માટેની પૂર્તિઓ આપે. ખાસ ખબરની ખાસ વાત એનું મેગેઝીન સેક્શન છે. શનિવારે કે અન્ય દિવસે પણ તેમાં વિવિધ વિષયો પર લેખ હોય. ડો. શરદભાઈ પણ લખે. લોકપ્રિય લેખક શૈલેશ સગપરિયા પણ એમાં હોય. તો ખાસ ખબર ટીમના ઉત્સાહી સદસ્ય ભવ્ય રાવલ તો ગુજરાતી પત્રકારત્વનો 200 વર્ષનો ઈતિહાસ અત્યારે આ ડિજિટલ પાનાંઓ પર માંડીને બેઠા છે. રાજકોટના કલેકટરનો ઇન્ટરવ્યૂ હોય કે ઉદ્યોગપતિ મૌલેશભાઈ ની પ્રોફાઈલ. રિલાયન્સના પરિમલ નથવાણી વિશે લેખ હોય કે કોઈ ક્રિકેટરોની વાત હોય ખાસ ખબર ઊંડી અને ઊંચી વાત તસવીરો સાથે લાવે. હવે તો જૂનાગઢ, મોરબીની ઘટના, મુલાકાતો પણ એમાં જોવા – વાંચવા મળે છે.
કોઈ વિશિષ્ટ પૂર્તિ હોય તો તેના ક્ધટેન્ટની પણ સરસ કાળજી,માવજત કિન્નર આચાર્ય અને તેની ટીમ લે છે. મારફાડ પત્રકારત્વ, કલમથી જ નહીં કલેજાથી લખવાની રીત કિન્નરભાઈને ડીએનએમાં-વારસામાં મળી છે. હજી લોકોના મનમાં એવી છાપ છે કે ડિજિટલ અખબારને ગંભીરતાથી નથી લેવાતું. પરંતુ ખાસ-ખબરના ક્ધટેન્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ નથી. લેખ હોય કે સમાચાર એનું ચોક્કસ ધોરણ છે. સૌરાષ્ટ્રની ભાષા અને આજના પત્રકારત્વની પરિભાષા બન્નેનો ત્યાં સમન્વય છે. રાજકોટ તો અખબારોની નગરી ગણાય છે. અહીં સાંધ્યદૈનિકોની પ્રતિક્ષા સતત થતી હોય છે. ખાસ ખબર મધ્યાહ્ને- રોંઢે પ્રસારિત થતું અખબાર છે જેની ઓનલાઈન રહેતા સૌ કોઈને પ્રતિક્ષા રહે છે. પ્રતિક્ષા ફક્ત એવી જ નહીં કે આજે કોનો વારો ચડ્યો, પ્રતિક્ષા કોઈ નાવીન્યસભર સમાચારની, કોઈ ઘટનાના સરસ વિશ્લેષણની.
બે વર્ષ પહેલાં શરુ થયેલું ખાસ ખબર એક આમ વાચક માટે મહત્વનું માધ્યમ બન્યું છે. જો પત્રકારત્વનો આગામી સમય ડિજિટલ માધ્યમોનો જ છે તો એ સૌરાષ્ટ્રમાં તે યુગનું પ્રહરી અને પાયાનું કામ કરનાર ખાસ ખબર ગણાશે.

- Advertisement -

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

TAGGED: khaskhabar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંઘર્ષ અને સફળતા એક સિક્કાની બે બાજુ: વરૂણ બરનવાલ
Next Article લઠ્ઠાકાંડ કેસમાં સમીર પટેલના આગોતરા જામીન નામંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?