By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    9 hours ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    11 hours ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    11 hours ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    12 hours ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    12 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વેપાર મંત્રણા અને ભારત-પાક. યુદ્ધવિરામ વચ્ચે સંબંધ નહીં: જયશંકર
    7 hours ago
    કોલકાતા ગેંગરેપ: 3 આરોપીઓની કસ્ટડી 8મી સુધી લંબાવાઈ
    7 hours ago
    વિદેશી ભારતીયોએ રેકોર્ડબ્રેક 11600 અબજ વતનમાં મોકલ્યા
    7 hours ago
    ક્વાડ દેશો ભારતની સાથે, પહલગામ હુમલાને વખોડ્યો
    7 hours ago
    હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    10 hours ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    1 day ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    10 hours ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    1 day ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    12 hours ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    6 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 day ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાસ-ખબર: એવું તે શું છે ખાસ એમાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ખાસ-ખબર: એવું તે શું છે ખાસ એમાં?
Authorખાસ-ખબર

ખાસ-ખબર: એવું તે શું છે ખાસ એમાં?

Khaskhabar Editor
Last updated: 2022/08/12 at 6:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

મુદ્રણ કળા એટલે કે પ્રિન્ટીંગ ટેક્નોલોજીની શોધ પંદરમી સદીમાં ગુટેનબર્ગ નામના વ્યક્તિએ કરી. આજે આપણે સૌ ઝુકરબર્ગની ફેસબુકના સમયમાં જીવી રહ્યા છીએ, એ રીતે વિશ્વના ભૌગોલિક અંતરના છેડા સીવી રહ્યા છીએ. આ આખી યાત્રા આમ જુઓ તો ગુટેનબર્ગથી ઝુકરબર્ગ સુધીની છે તેવું કહેવું હોય તો કહી શકાય પરંતુ યાત્રા ત્યાંથી શરુ થઈ હતી. સોશિયલ મીડિયા પર તે પૂર્ણ થઈ નથી. આપણા હાથમાં કે ખોળાંમાં રહેલા વિવિધ સાધનો- મોબાઈલ ફોન, ટેબલેટ, લેપટોપમાં સમાચારોની દુનિયા અને દુનિયાના સમાચારો ઠલવાય છે પરંતુ એને લીધે માધ્યમોના મુખ્ય પ્રવાહ પર અત્યાર સુધી કોઈ મોટી ઘેરી અને વિપરિત અસર થઈ નથી. સમાચાર વંચાવવાના અને વાંચવાના માધ્યમ બદલાયાં છે. પરંતુ આજે પણ વ્હોટસએપમાં કોઈ સામાન્ય માણસ પોસ્ટ કરે અને કોઈ પત્રકાર કંઈ મૂકે તેની વચ્ચેનો ભેદ તો સ્પષ્ટ છે. રાજકોટથી સોશિયલ મીડિયા પર છેલ્લા બે વર્ષથી પ્રસારિત થતું ડિજિટલ અખબાર ખાસ ખબર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સામાન્ય રીતે અખબાર તો પ્રકાશિત થાય-છપાય. પરંતુ આ ખાસ ખબર એવું છાપું છે જે છપાતું નથી. છતાં આંગળીના એક પલકારે વિશ્વભરમાં પહોંચે છે. જેમ્સ ઓગસ્ટસ હીકીએ 1780ની 29 જાન્યુઆરીએ પ્રથમ અખબાર બેંગાલ ગેઝેટનું પ્રકાશન ભારતની ધરતી પરથી કર્યું. આજે તો ગુજરાતી પત્રકારત્વનું પણ 201મું વર્ષ ચાલી રહ્યું છે. મુંબઈ સમાચારની સ્થાપનાને હમણાં જ 1 જુલાઈએ 200 વર્ષ પૂર્ણ થયા. આટલા બધા દાયકાઓમાં કેટકેટલાં વર્તમાનપત્રો શરુ થયાં, વંચાયા, વેંચાયા, વહેંચાયા, વખણાયા, ટક્યાં કે અટક્યાં. દરેક વર્તમાનપત્રે પોતાની એક અલગ સંસ્કૃતિ સ્થાપી એમ કહીએ તો ખોટું નથી. ઈંગ્લીશ છાપાંઓ પણ તેમાં આવી જાય અને હિન્દી બેલ્ટના અખબારો તથા ત્યાંથી અહીં આવીને ગુજરાતી સંસ્કરણો શરુ કરીને એક ક્રાંતિ કરનાર જૂથો પણ આવી જાય. આ સેંકડો પ્રકાશનો-અખબારોની વચ્ચે બે વર્ષ પહેલાં શરુ થયેલાં ખાસ ખબરમાં એવું તે શું ખાસ છે કે તેના લેખાંજોખાં કરવાં પડે.
આમ જુઓ તો બે વર્ષ એટલે આ વર્તમાનપત્રની બાલ્યાવસ્થા છે પરંતુ કેટલાક બાળકો સુપર બ્રેઈન હોય છે ને! બાળવયથી જ એક્સટ્રા ટેલેન્ટેડ-વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર. બસ એમ સમજો કે ખાસ ખબરનું પણ એવું જ છે. ના, સ્થાપના દિવસ છે એટલે ઠાલાં વખાણ કરવાં એવો કોઈ ઈરાદો નથી. આપણે એની ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવશે કે આ વાત ખોટી નથી. જે લોકો અખબારી ઈતિહાસને જાણે છે, એમણે એવું ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે કે કોઈ અખબાર બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન શરુ થયું. કોઈ વર્તમાનપત્ર આઝાદીની લડત દરમિયાન શરુ થયું અને પ્રતિબંધિત થયું વગેરે વગેરે. આ ખાસ ખબર આઝાદીની તો શું, અનામતની લડત વખતે પણ શરુ થયું નથી છતાં તેનું ઐતિહાસિક મૂલ્ય છે(ઐતિહાસિક મૂલ્ય હંમેશા થોડા સમય પછી જ અંકાતું હોય છે) તે એ છે કે વિશ્વની છેલ્લી એક સદીની સૌથી ગંભીર અને મોટી, વિશ્વ વ્યાપી મહામારીની કટોકટીમાં તે શરુ થયું હતું.
જ્યારે લોકો ઘરે અખબાર મંગાવતા ડરતા હતા, જ્યારે મેગેઝીન ઈન્ડસ્ટ્રી આર્થિક મહામારીના ભરડામાં હતી. વર્તમાનપત્રોને લોકો વાઈરસનું માધ્યમ માનતા તેવા સમયે આ ઓનલાઈન કે ડિજિટલ અખબાર શરુ થયું. પ્રિન્ટ મીડિયાનું શું થશે? એવા પ્રશ્નાર્થો થતા હતા, મોટા મોટા મીડિયા ગ્રુપ પણ આ ગૂંચવણમાં હતા ત્યારે અચાનક જ એક બપોરે મોબાઈલ ફોનની સ્ક્રીન પર આ ડિજિટલ વર્તમાનપત્ર દેખાયું-ખાસ ખબર. લોકોને થયું આવું કેટલો સમય ચાલે, અને હજી વાચકોને આ રીતે છાપાં વાંચવાની ટેવ પણ નથી, કોણ આ ડાઉનલોડ કરશે? કોણ વાંચશે…?ખાસ ખબરની ટીમે આ એક પણ સવાલનો જવાબ બોલીને આપ્યો નહીં પરંતુ દરરોજ અખબાર અપલોડ કરીને આપ્યો. કિન્નર આચાર્ય આ ટીમના લીડર બન્યા. સ્પષ્ટ વાત, સ્પષ્ટ વિચાર એમની લેખનશૈલી, કાર્યશૈલી છે જે અહીં પહેલેથી જ દેખાઈ. પત્રકારત્વની વ્યાખ્યા, પત્રકારત્વના પ્રકાર એક કરતાં વધારે છે અને પોતપોતાની રીતે તે બધા સાચા પણ હોઈ શકે પરંતુ કિન્નરભાઈનું અને એમના કારણે ખાસ-ખબરનું પત્રકારત્વ ધારદાર, મારમાર રહ્યું છે.

રાજકોટથી સોશિયલ મીડિયા પર છેલ્લા બે વર્ષથી પ્રસારિત થતું ડિજિટલ અખબાર ખાસ ખબર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે,
સામાન્ય રીતે અખબાર તો પ્રકાશિત થાય-છપાય, પરંતુ આ ખાસ ખબર એવું છાપું છે જે છપાતું નથી. છતાં આંગળીના એક પલકારે વિશ્વભરમાં પહોંચે છે

- Advertisement -

હજી લોકોના મનમાં એવી છાપ છે કે ડિજિટલ અખબારને ગંભીરતાથી નથી લેવાતું પરંતુ ખાસ-ખબરના ક્ધટેન્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ નથી, લેખ હોય કે સમાચાર એનું ચોક્કસ ધોરણ છે

ખાસ-ખબર ડિજિટલી શરુ થયું ત્યારથી આ લે આઉટ અને ડિઝાઈનીંગની ટેક્સ્ટબુક નહીં પરંતુ રેફરન્સબુક કે થિસિસનો દરજ્જો ધરાવે છે, સરસ રજૂઆત, મોટા ભાગે સ્થાનિક ઘટનાને પહેલા પાને સ્થાન, લાંબું લખાણ નહીં. વાતને ચીગમની જેમ ચાવવાની શૈલી નથી, ચોકલેટની જેમ માણીને ગળે ઉતારી જવાનો અભિગમ છે

ક્યાંય સૃષ્ટુ-ગોળ ગોળ લખવાની વાત નહીં. એક ઘા અને બે કટકા એ શૈલીથી આ અખબાર ચાલ્યું. ખાસ-ખબરની ટેગલાઈન છે, છોડે નહીં કોઈ કસર-ખાસ ખબર. આપણા જાણીતા લેખક ડો. શરદ ઠાકર તો હળવાશથી એમ કહે કે છોડે નહીં કોઈને કિન્નર-ખાસ ખબર…
તરત જ એવી છાપ ઊભી થાય કે તમે નેગેટિવ સમાચારોના વખાણ કરો છો. અહીં વાત નેગેટિવ-પોઝિટીવની નથી થતી. પરંતુ રાજકોટ-સૌરાષ્ટ્રમાં બનતી કોઈ પણ ઘટનાની રજૂઆતની છે. અખબારો માટે એવું માનવામાં આવે છે કે તેણે કોઈ બાબતે સ્ટેન્ડ લેવું જોઈએ. તટસ્થતા દરેક વખતે ન પાલવે. આનો પ્રતિવિચાર હોઈ શકે પરંતુ ખાસ-ખબર લોકોને ગમ્યું તેના જેટલાં કારણ છે તેમાંનું એક મહત્વનું કારણ એ છે કે એણે સ્ટેન્ડ લીધું. શહેરના કોઈ નામાંકિત ડોક્ટર હોય કે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હોય. કાણાને કાણો કહેવાની નીતિ ખાસ-ખબરના પ્રથમ અંકથી વાચકોએ અનુભવી. ન્યૂઝ એ ન્યૂઝ છે એમાં ક્યાંય આસપાસની કોઈ વસ્તુ ભળે નહીં. બીજી મહત્વની વાત છે ખાસખબરની ભાષા. સૌમ્ય-ભદ્ર લોકોના નાકના ટીચકાં ચડે પરંતુ ખાસ ખબરે કોઈ નિર્દોષ કે કોઈ સામાન્ય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે જેવા તેવા શબ્દો નથી વાપર્યા અને કોઈ ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ બિલ્ડર માટે તુંકારો પણ ઉપયોગમાં લઈ લીધો છે. જરા પણ ડર્યા વગર. હિન્દી ફિલ્મોની પરિભાષામાં કહીએ તો પૂરે હોશો હવાસ કે સાથ. કોરોનાકાળમાં જ્યારે લોકોને સધિયારા કે કેટલાંક માર્ગદર્શનની જરુર હતી તો ખાસ ખબરે એ પણ છાપ્યું અને તંત્રનો કાન પણ હળવા હાથે આમળ્યો તો હતો જ. આ અખબારની મહત્વની વાત એ છે કે તેની પાસે પ્રિન્ટ મીડિયાના અનુભવી લોકોની ટીમ છે જેઓ સરળતાથી ડિજિટલ માધ્યમમાં ફેરવાઈ શક્યા છે. આજે-આજે એટલે આમ તો છેલ્લા બે દાયકાથી વર્તમાનપત્ર માત્ર લખેલા-છાપેલા શબ્દોનો સમૂહ નથી. ડિઝાઈનીંગનો બહુ મોટો હિસ્સો એના વિકાસમાં છે. સમય જ વિઝ્યુઅલ મીડિયાનો છે. એટલે અખબાર કે મેગેઝીન વાંચતા હોવાની સાથે તે જોતા હોવાનો અહેસાસ થવો જરુરી છે. મોબાઈલ કે ટેબલેટની સ્ક્રીન આપણી આંખને ખેંચે, ટીવીમાં જે દૃષ્યો છે તે આપણને આકર્ષે એ રીતે અખબાર આકર્ષવા જોઈએ. લેઆઉટ અને ડિઝાઈન આજે પ્રિન્ટ મીડિયાના બહુ મોટા પાસાં છે અને ખાસ-ખબર પાસે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતી એની ટીમ છે. 1997-98માં મુંબઈનું ગુજરાતી મિડ-ડે અખબાર સૌરભ શાહના તંત્રીપદમાં પ્રકાશિત થતું ત્યારે તેના લેઆઉટને ગુજરાતના અખબારો ટેક્સ્ટબુક તરીકે જોતાં. કોઈ પણ મોટી ઘટના હોય તેનું કવરેજ મિડ-ડેમાં બસ્સો-અઢી સો શબ્દોનું હોય. પરંતુ એનું અત્યંત આકર્ષક-અખબારી ભાષામાં કહીએ તો કેચી હેડીંગ હોય. સુઘડ અને આખી ઘટના વર્ણવી દેતો ફોટો હોય. એક પાનામાં પાંચેક આઈટેમ હોય પણ એવી રીતે ગોઠવી હોય કે આંખને ગમે.
રાજકોટમાં ત્યારે પોતાની કારકિર્દી શરુ કરી રહેલા પત્રકારો આ મિડ-ડેની રાહ જોતા. મિડ ડેના હેડીંગ, લેઆઉટની પત્રકારત્વના ક્લાસમાં ચર્ચા થતી. ખાસ-ખબર ડિજિટલી શરુ થયું ત્યારથી આ લે આઉટ અને ડિઝાઈનીંગની ટેક્સ્ટબુક નહીં પરંતુ રેફરન્સબુક કે થિસિસનો દરજ્જો ધરાવે છે. સરસ રજૂઆત. મોટા ભાગે સ્થાનિક ઘટનાને પહેલા પાને સ્થાન, લાંબું લખાણ નહીં. વાતને ચીગમની જેમ ચાવવાની શૈલી નથી. ચોકલેટની જેમ માણીને ગળે ઉતારી જવાનો અભિગમ છે. જો કોઈ કૌભાંડ કે પર્દાફાશ હોય તો શરમના કપડાં ઓઢાડ્યા-પહેરાવ્યા વગરની સીધીને સટ સોંસરવી ભાષા. તો કોઈ અધિકારીની પીઠ થાબડવામાં પણ પાછા પડવાનું નહીં. રાજનીતિ, લોકપ્રશ્નો, મનોરંજન, રમત-ગમત એવાં તમામ ક્ષેત્રો ખાસ-ખબરમાં દરરોજ જોવા મળે જ. શહેરમાં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળે.
અખબારો રવિ અને બુધવારે મુખ્ય પૂર્તિ આપે, અન્ય દિવસોમાં ધર્મ, મહિલાઓ વગેરે માટેની પૂર્તિઓ આપે. ખાસ ખબરની ખાસ વાત એનું મેગેઝીન સેક્શન છે. શનિવારે કે અન્ય દિવસે પણ તેમાં વિવિધ વિષયો પર લેખ હોય. ડો. શરદભાઈ પણ લખે. લોકપ્રિય લેખક શૈલેશ સગપરિયા પણ એમાં હોય. તો ખાસ ખબર ટીમના ઉત્સાહી સદસ્ય ભવ્ય રાવલ તો ગુજરાતી પત્રકારત્વનો 200 વર્ષનો ઈતિહાસ અત્યારે આ ડિજિટલ પાનાંઓ પર માંડીને બેઠા છે. રાજકોટના કલેકટરનો ઇન્ટરવ્યૂ હોય કે ઉદ્યોગપતિ મૌલેશભાઈ ની પ્રોફાઈલ. રિલાયન્સના પરિમલ નથવાણી વિશે લેખ હોય કે કોઈ ક્રિકેટરોની વાત હોય ખાસ ખબર ઊંડી અને ઊંચી વાત તસવીરો સાથે લાવે. હવે તો જૂનાગઢ, મોરબીની ઘટના, મુલાકાતો પણ એમાં જોવા – વાંચવા મળે છે.
કોઈ વિશિષ્ટ પૂર્તિ હોય તો તેના ક્ધટેન્ટની પણ સરસ કાળજી,માવજત કિન્નર આચાર્ય અને તેની ટીમ લે છે. મારફાડ પત્રકારત્વ, કલમથી જ નહીં કલેજાથી લખવાની રીત કિન્નરભાઈને ડીએનએમાં-વારસામાં મળી છે. હજી લોકોના મનમાં એવી છાપ છે કે ડિજિટલ અખબારને ગંભીરતાથી નથી લેવાતું. પરંતુ ખાસ-ખબરના ક્ધટેન્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ નથી. લેખ હોય કે સમાચાર એનું ચોક્કસ ધોરણ છે. સૌરાષ્ટ્રની ભાષા અને આજના પત્રકારત્વની પરિભાષા બન્નેનો ત્યાં સમન્વય છે. રાજકોટ તો અખબારોની નગરી ગણાય છે. અહીં સાંધ્યદૈનિકોની પ્રતિક્ષા સતત થતી હોય છે. ખાસ ખબર મધ્યાહ્ને- રોંઢે પ્રસારિત થતું અખબાર છે જેની ઓનલાઈન રહેતા સૌ કોઈને પ્રતિક્ષા રહે છે. પ્રતિક્ષા ફક્ત એવી જ નહીં કે આજે કોનો વારો ચડ્યો, પ્રતિક્ષા કોઈ નાવીન્યસભર સમાચારની, કોઈ ઘટનાના સરસ વિશ્લેષણની.
બે વર્ષ પહેલાં શરુ થયેલું ખાસ ખબર એક આમ વાચક માટે મહત્વનું માધ્યમ બન્યું છે. જો પત્રકારત્વનો આગામી સમય ડિજિટલ માધ્યમોનો જ છે તો એ સૌરાષ્ટ્રમાં તે યુગનું પ્રહરી અને પાયાનું કામ કરનાર ખાસ ખબર ગણાશે.

- Advertisement -

You Might Also Like

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

EB-5 કે L-1વિઝા

શા માટે ભારતમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે?

નવી દૃષ્ટિ આપનાર માર્ગદર્શક

TAGGED: khaskhabar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંઘર્ષ અને સફળતા એક સિક્કાની બે બાજુ: વરૂણ બરનવાલ
Next Article લઠ્ઠાકાંડ કેસમાં સમીર પટેલના આગોતરા જામીન નામંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

11.87 લાખનો દારૂ લઈને આવતી રાજસ્થાની બેલડી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલમાંથી મુક્તિની માંગ સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટના પૂતળાં દહન
સુરભી ડાન્સ એકેડેમી દ્વારા 6 જૂલાઈએ ‘સ્કીલકારી- ધ ટેલેન્ટ શૉ’નું આયોજન
લોધીકાના દેવડામાં કારખાનામાંથી 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
44 કરોડના ખર્ચે સ્માર્ટ સિટીથી કટારીયા ચોક સુધી 3.9 કિમીનો નવો રોડ બનશે
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

EB-5 કે L-1વિઝા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?