પ્રબોધ જુથને હાઈકોર્ટ – સુપ્રીમકોર્ટમા સતત અગિયારમી વખત પછડાટ
રાજકોટના વકીલ સુરેશ ફળદુએ સેશન્સ કોર્ટ માટે તૈયાર કરેલી જામીન અરજીના આધારે હાઈકોર્ટમા ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી દ્વારા કાનુની લડત ચલાવી
નાગરિકની સ્વતંત્રતાને લક્ષમાં રાખવી જરૂરી છે-ગુજરાત હાઈકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પુરા ગુજરાત રાજયમાં ઘણા સમયથી ચર્ચાના એરણે ચડેલ હરીધામ શોખડાના ચાલતા વિવાદમાં સંસ્થાથી અલગ થયેલ જૂથ ધ્વારા એક પછી એક તેત્રીસ કાનુની લીટીગેશનો દાખલ કર્યા બાદ રાજકોટ મુકામે 33.36 કરોડની છેતરપીડી તથા વિશ્વાસઘાતની એફ.આઈ.આર. ટી.વી. સ્વામી સહીતનાઓ વિરૂધ્ધ કરાવનાર પવિત્ર હર્ષદરાય જાનીની એફ.આઈ.આર. અન્વયે ત્યાગવલ્લભ સ્વામી (ટી.વી.સ્વામી) ધ્વારા હાઈકોર્ટમા કરેલ આગોતરા જામીન અરજી અન્વયે પાંચ દિવસ થી હાઈકોર્ટમા ચાલી રહેલ કાનુની લડતના અંતે મુળ ફરીયાદપક્ષની તમામ રજુઆતો ફગાવી દઈ ત્યાગવલ્લભ સ્વામી ની આગોતરા જામીન અરજી મંજુર કરતો 19 પાનાનો સીમાચીન્હરૂપ ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા ફરમાવવામા આવતા હાઈકોર્ટ -સુપ્રીમકોર્ટ સહીત પ્રબોધ જુથને અગીયારમી પછડાટનો સામનો કરવો પડેલ છે. કેસની હકીકત જોઈએ તો હાલ આણંદ જીલ્લાના વિદ્યાનગરના બાકરોલ મુકામે આત્મીય વિદ્યા ધામમાં રહેતા ફરીયાદી પવિત્ર હર્ષદરાય જાનીએ (1) ધર્મેશ રામેશચંદ્ર જીવાણી (2) વૈશાખી ધર્મેશ જીવાણી (3) નિલેશ બટુકભાઈ મકવાણા (4) સર્વોદય કેળવણી સમાજના સેકેટરી તથા વહીવટકર્તા નાઓ વીરૂધ્ધ એ મતલબની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. દાખલ કરાવેલ કે આરોપી નં.-1 થી 3 નાએ સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટ સાથે આરોપીઓની ઈન્ફીનીટી વર્કસ ઓમની ચેનલ પ્રા.લી. કંપનીમાં ડમી કરાર કરી કરાર આધારીત કોઈ સેવા પુરી પાડેલ ન હોય વિશ્વાસઘાત, છેતરપીડી કરી આશરે રૂા.3,36,00,000/- આત્મીય ટેક ઉત્કર્ષ નામના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર આરોપી નં.-1 થી 3 ની કંપનીમાં કરી ઉચાપત કરેલ હોય તેમજ આરોપી નં.-1 તથા 3 અને 4 નાએ સર્વોદય કેળવણી સમાજ સંચાલીત જુદી જુદી સંસ્થાઓમાં ભુતીયા કર્મચારીઓ ઉભા કરી તેઓના ખાતામાં રૂપીયા જમા કરાવી આશરે 30 કરોડની રકમનો અંગત લાભ માટે ઉચાપત કરી આશરે કુલ રૂા.33,36,00,000/- સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટમાંથી પુર્વયોજીત કાવત્રુ રચી આરોપીઓએ ટ્રસ્ટ સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરેલનો ગુન્હો દાખલ કરવામા આવ્યો હતો.
ઉપરોકત ગુન્હા અન્વયે સાધુ ત્યાગવલ્લભદાસ ગુરૂ હરીપ્રસાદદાસજી (ટી.વી.સ્વામી) નાઓએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત આગોતરા જામીન અરજી તૈયાર કરી મુખ્ય પાયો નાખી રાજકોટ ની સેસન્સ અદાલતમા આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી જે નામંજુર થયેલ બાદ નામદાર હાઈકોર્ટમા કક્વોશીંગ પીટીશન દાખલ કરી ત્યાગવલ્લભ સ્વામીની ધરપકડ સામે સ્ટે મેળવવામાં આવેલ જે હુકમ ફરીયાદી પવીત્ર જાનીએ સુપ્રીમકોર્ટમા પડકારેલ જેમા ટી.વી. સ્વામીને હાઈકોર્ટમાં ધરપકડ સામે મળેલ રક્ષણ ચાલુ રાખવામા આવેલ અને તે અન્વયે રીજનીગ હુકમ કરવા હાઈકોર્ટને જણાવવામા આવતા નામદાર હાઈકોર્ટ ધ્વારા ફરી મેટર સાંભળી ધરપકડ અન્વયે રીજનીંગ ઓર્ડર કરતા તે હુકમ સામે ફરીયાદી પવીત્ર જાનીએ સુપ્રીમકોર્ટમા દાખલ કરેલ પીટીશન કોર્ટે કડક વલણ અપનાવતા પીટીશન પરત ખેચેલ હતી બાદ ત્યાગવલ્લભ સ્વામીની હાઈકોર્ટમા આગોતરા જામીન અરજી પેન્ડીંગ હતી દરમીયાન કવોશીંગ પીટીશનમા હાઈકોર્ટે પોલીસને ચોકકસ દિશા નિર્દેશ આપતો ફરમાવેલ હુકમ ફરીયાદી પવીત્ર જાનીએ ફરી સુપ્રીમકોર્ટમા પડકારતા ફરી સુપ્રીમકોર્ટ ધ્વારા કડક વલણ અપનાવી ફરીયાદીની પીટીશન ફગાવી દઈ ટી.વી.સ્વામીન અટકાયત સામેનુ રક્ષણ ચાલુ રાખેલ હતુ બાદ કવોશીંગ પીટીશનમા ડ્રાફટ ચાર્જસીટ રજુ કરવા હાઈકોર્ટે જણાવતા ડ્રાફટ ચાર્જસીટ આવી જતા ટી.વી. સ્વામીની ક્વોશીંગ પીટીશન પરત ખેંચી આગોતરા જામીન અરજી સંભળાય ત્યાં સુધી અટકાયત સામેનો સ્ટે લંબાવી આપવા કરેલ રજુઆત ગ્રાહય રાખતા ફરીયાદી પવીત્ર જાનીએ ફરી તે હુકમ સુપ્રીમકોર્ટમા પડકારતા ફરી તે પીટીશન પણ ફગાવી દઈ તથ્યો ના આધારે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ચલાવવા જણાવતા આ આગોતરા જામીન અરજી સ્ટે ના પંદર દિવસ જતા રહે અને ટી.વી. સ્વામીની ધરપકડ કરવામા આવે તે માટે જામીન અરજી કોઈ સંજોગોમા ન ચાલે તે માટે ફરીયાદ પક્ષે પાંચ દિવસ સુધી ચલાવેલ કાનુની જંગમા પછડાટ મળેલ અને આગોતરા જામીન અરજી તથ્યોના આધારે ચલાવવામા આવેલ અને લંબાણપુર્વક ની દલીલો સીનીયર ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી ધ્વારા કરી જણાવેલ કે ટી.વી. સ્વામીનુ ફરીયાદમા સીધી રીતે નામ નથી, સેક્રેટરી તરીકે ઉલ્લેખ છે, ટ્રસ્ટના વાર્ષીક હિસાબોનુ નીયમ અનુસાર સી.એ. ધ્વારા ઓડીટ થયેલ છે અને આઈ.ટી. રીર્ટન ફાઈલ થયેલ છે અને ઓડીટ હિસાબો ચેરીટી ઓફીસમા રજુ થઈ ગયેલ છે અને આ સમયગાળામા ઈન્કમટેક્ષ વિભાગ ધ્વારા સ્કુટીની કરી એસેસમેન્ટ ઓર્ડર પાસ કરવામા આવેલ છે તેમા કોઈ કવેરી કે પ્રશ્ન ઉદભવેલ નથી, ગુનાહીત ભુતકાળ નથી, હરીપ્રસાદ સ્વામીના દેહ વિલય બાદ સોખડા થી અલગ થયેલ પ્રબોધજીવનદાસ જુથના લોકોએ હરીધામ સાથે સંકળાયેલ ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓને હેરાન પરેશાન બદનામ કરવા માટે ચેરીટી, સીવીલ કોર્ટ, ડીસ્ટ્રીકટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ, પોલીસ સહીત વિવિધ અદાલતોમા અસંખ્ય લીટીગેશનો કરેલ જેમા મોટા ભાગમા ફરીયાદ પક્ષને પછડાટ મળેલ છે ત્યારે આગોતરા જામીન અરજી મંજુર કરવી જોઈએ તેવી રજુઆતો કરવામા આવી હતી.
તમામ પક્ષેની રજુઆત, રેકર્ડપરનો પુરાવો લક્ષે લેતા તા.01/07/2023 થી અત્યાર સુધી અરજદાર (ટી.વી.સ્વામી) ને ધરપકડ સામે રક્ષણ મળેલ છે ત.ક.અધીકારી સમક્ષ નીવેદન માટે હાજર થયેલ છે હતા તે દસ્તાવેજો પુરા પાડેલ છે તેનો મતલબ તપાસમા સહકાર આપેલ છે ત.ક.અધીકારી ઈચ્છે તેવો જવાબ ન મળે તો તેને અહકાર ગણી ન શકાય, સહઆરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરેલ હોય ત્યારે સમાનતાના સીધ્ધાંત મુજબ અરજી મંજુર કરવી જરૂરી છે હાઈકોર્ટે આ કેસ સાથે સંકળાયેલ જે જે પીટીશનોમા કરેલ આદેશો ફરીયાદ પક્ષે તમામ સુપ્રીમકોર્ટમા પડકારેલ છે જે ફરીયાદ પક્ષ ની તમામ દાદો સુપ્રીમકોર્ટ ફગાવી દિધેલ છે, નાગરીકની સ્વતંત્રતાને લક્ષમા રાખી જરૂરી છે, ડ્રાફટ ચાર્જસીટ થઈ ગયેલ છે, ફોજદારી કેસ નંબર પડી ગયેલ છે, કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા જણાતી નથી, નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદાઓના માગદર્શક સીધ્ધાંતો લક્ષે લઈ ત્યાગવલ્લભ સ્વામીની તરફેણમા વિવેકબુધ્ધી સતાનો ઉપયોગ કરવાનુ મુનાસીફ માની મુળ ફરીયાદપક્ષની દલીલો તથા આક્ષેપ બાજી ફગાવી દઈ ત્યાગવલ્લભ સ્વામી (ટી.વી. સ્વામી) ને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામા આવેલ છે. ઉપરોક્ત કેસમા અરજદાર ત્યાગવલ્લભદાસ સ્વામી (ટી.વી. સ્વામી) વતી હાઈકોર્ટમા અમદાવાદના સુધીર નાણાવટી, વૈભવ શુકત, વંદન બક્ષી, જાનકી જાડેજા તથા રાજકોટના ફોજદારી બાબતોના નિષ્ણાંત ધારાશાસ્ત્રી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા રોકાયેલા હતા.