ખાસ-ખબર સંવાદદાતા
અગાઉ માંગ અને પૂરવઠાનાનિયમ મૂજબ ચાલતી અને ભાવમાં ઓછી વધઘટ થતી તે તેલ બજાર હવે શેર બજાર જેવી બનાવી દેવાઈ છે. જેમાં ખાસ કરીને સિંગતેલના ભાવમાં સરકારી તંત્રના આંખ મિચામણા વચ્ચે કૃત્રિમ રીતે વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે જ ડબ્બે 70 રૂપિયા સહિત 2 દિવસમાં સિંગતેલને 100 રૂપિયા (કિલોએ 7 રૂપિયા) મોંઘુ કરી દેવાયું છે.
આશ્ચર્યજનક વાત એ છે કે સાતમ આઠમના તહેવાર પછી આયાતી અને અન્ય તમામ તેલોના ભાવ ગગડી રહ્યા છે. સિંગતેલનું માર્કેટ ડાઉન થયું હોવા છતાં તેના ભાવ વધારાઈ રહ્યા છે. રાજકોટ તેલ બજારમાં માત્ર બે દિવસમાં (1) સિંગતેલ 2890 રૂપિયાથી 100 રૂપિયા વધીને 2990-3040 રૂપિયા થયું છે. કપાસિયા તેલ 1580-1930 રૂપિયામાં 60 રૂપિયા ઘટીને 1520-1570 રૂપિયા. પામતેલ 1400-1405 રૂપિયામાં 45 રૂપિયાના ઘટાડા સાથે 1355-1760 રૂપિયા થયું છે. જ્યારે સૂર્યમુખી તેલ 1480-1510 રૂપિયા હતું તે બે દિવસમાં ડબે 10 રૂપિયા ઘટીને 1420-1450 રૂપિયા થયું છે.
સિંગતેલ અસહ્ય મોંઘુદાટ કરી નંખાતા, વેપારી સૂત્રો અનુસાર લોકો હવે સિંગતેલના વિકલ્પે સૂર્યમુખી તેલનો વપરાશ વધારી
રહ્યા છે.
કૂલ ખાધતેલોમાં સિંગતેલ માત્ર 10-20 ટકા માંડ વેચાય છે. સૂર્યમુખીનું વેચાણ વધ્યું છે, કપાસિયા અને પામતેલ સર્વાધિક વેચાતું તેલ બન્યા છે.
સિંગતેલમાં વધુ 70 રૂપિયાનો તોતિંગ વધારો, તેલબજારને શેરબજાર બનાવી દેવાઈ
