વંથલી તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ વરણી પેહલાં કોંગ્રેસ સભ્યોનું અપહરણ ?
કોંગ્રેસના બે સભ્યોને ભાજપ દ્વારા ઉઠાવી લેવાયાનો આક્ષેપ: વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા ચૂંટણી રદ કરવાની માંગ
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની વંથલી તાલુકા પંચાયત કબ્જે કરવા ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી વચ્ચે આજે વંથલીના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે બઘડાટી બોલી હતી જેમાં વંથલી તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યો ચૂંટાયેલ છે જેમાં ભાજપના 8 સભ્યો અને કોંગ્રેસના 8 સભ્યો ચૂંટાયેલ છે જેની આજે નવા યાર્ડ ખાતે એક બોર્ડ મળનારું હતું અને બોર્ડ મળે તે પેહલા કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોનું અપહરણ કર્યાનો આક્ષેપ કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ મનસુખભાઈ પાડલીયાએ કર્યો હતો અને વંથલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરવાની માંગણી કરી હતી.
જૂનાગઢ જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયત છે જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે વંથલી એક માત્ર તાલુકા પંચાયત છે જેમાં કોંગ્રેસ અને ભાજપના 8 – 8 સભ્યો ચૂંટાયા હતા ત્યારે આજે વંથલીના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતનું સભા બોલવામાં આવી હતી સભા શરુ થાય તે પેહલા યાર્ડના મેદાનમાં બબાલ મચી હતી અને જયારે આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યોનું અપહરણ થયું છે જે મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી અને ચૂંટણી રદ કરવાની માંગણી કરી હતી અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હતી.
- Advertisement -
વંથલી તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે થયેલ બબાલ બાદ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી જેમાં ભાજપના 8 સભ્યો અને કોંગ્રેસના 5 સભ્યોની ઉપસ્થિતિમાં ભાજપ બહુમતીના જોરે પ્રમુખ તરીકે હર્ષાબેન અતુલભાઈ કોટડીયા અને ઉપ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ રાયમલ હુંબલની વરણી કરવામાં આવી હતી જયારે ભાજપે 8 સભ્યોની બહુમતીના જોરે તાલુકા પંચાયત પર કબ્જો મેળવી લીધો હતોેે.
વંથલી તાલુકા પંચાયત ચૂંટણી પૂર્વે થયેલ બબાલનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…