જુલાઈમાં 7.44%ની 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો. જૂન 2023માં છૂટક ફુગાવાનો દર 4.81% હતો
ખાસ-ખબર સંવાદદાતા
ખાધ ચીજવસ્તુઓ, ખાસ કરીને ટામેટાંના ભાવમાં ઘટાડાને કારણે ઓગસ્ટ 2023માં છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 6.83 ટકા થયો છે, જે જુલાઈમાં 7.44 ટકાની 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો. જૂન 2023માં છૂટક ફુગાવાનો દર 4.81 ટકા હતો અને ગયા વર્ષે ઓગસ્ટ 2022માં છૂટક ફુગાવાનો દર 7 ટકા હતો. ઓગસ્ટમાં છૂટક ફુગાવો ઘટો હોવા છતાં, તે હજુ પણ આરબીઆઈના 6 ટકાના ટોલરેન્સ બેન્ડના ઉપલા સ્તરથી પણ ઉપર છે.
- Advertisement -
આંકડા મંત્રાલયના આંકડા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર 7.63 ટકાથી ઘટીને 7.02 ટકા થયો છે, યારે શહેરી વિસ્તારોમાં મોંઘવારી દર 7.20 ટકાથી ઘટીને 6.59 ટકા પર આવી ગયો છે. તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં ખાધ ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં જુલાઈની સરખામણીમાં ઘટાડો થયો છે અને તે 10 ટકાથી નીચે પહોંચી ગયો છે. ખાધ મોંઘવારી દર ઓગસ્ટમાં ઘટીને 9.94 ટકા પર આવી ગયો છે જે જુલાઈમાં 11.51 ટકા હતો.ઓગસ્ટમાં છૂટક ફુગાવાનો દર 7 ટકાથી ઘટીને 6.83 ટકા થયો હોવા છતાં, તે હજુ પણ આરબીઆઈના સહનશીલતા બેન્ડથી ઉપર છે. ફુગાવાના સંદર્ભમાં, આરબીઆઈએ 2 થી 6 ટકાનો ટોલરેન્સ બેન્ડ નક્કી કર્યેા છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો આરબીઆઈના 6 ટકાના સહનશીલતા બેન્ડના ઉપલા સ્તરથી ઉપર રહ્યો હતો. શાકભાજીનો મોંઘવારી દર ઓગસ્ટમાં ઘટીને 26.14 ટકા થયો હતો જે જુલાઈમાં 37.34 ટકા હતો.
કઠોળના ફુગાવાના દરમાં પણ થોડો ઘટાડો થયો છે અને તે ઘટીને 13.04 ટકા પર આવી ગયો છે જે ઓગસ્ટમાં 13.27 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર વધીને 23.19 ટકા થયો છે જે જુલાઈમાં 21.53 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 7.73 ટકા રહ્યો છે જે જુલાઈ 2023માં 8.34 ટકા હતો. આનો અર્થ એ થયો કે દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની મોંઘવારી ઘટી છે. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 11.85 ટકા રહ્યો છે, જે ગયા મહિને 13.04 ટકા હતો. તેલનો ફુગાવાનો દર -15.28 ટકા રહ્યો છે જે જુલાઈમાં -16.80 ટકા હતો.