ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
હનુમાન જયંતીના પાવન અવસર પર સીંગર, એન્કર, એકટર, રાઈટર ડો. પ્રીતિ ભટ્ટનું નવું ભક્તિ ગીત હનુમાનજીની સ્તુતિ કરતા મંત્રો ‘શ્રી હનુમાન’, ડો. પ્રીતી ભટ્ટની ‘સિદ્ધ મ્યુઝિક’ નામની યુ-ટયૂબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને હનુમાનજીની સ્તુતિ કરતા વિવિધ મંત્રોની એક હારમાળા ડો. પ્રીતિ ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ડો. પ્રીતિ ભટ્ટે પોતાના ડ્યુઅલ વોઈસ એટલે કે ફીમેલ અને મેલ બંને અવાજમાં અલગ અલગ ઓક્ટિવસમાં 8થી 10 ટ્રેકમાં સ્વર આપ્યો છે. તેને આધુનિક અંદાજમાં કંપોઝ અને સંગીતબદ્ધ કરી અદ્ભુત વિડીયોગ્રાફી ઓમ દવેએ કર્યું છે.