‘બોલ દો ના ઝરા’ અને ‘પહેલા પ્યાર’ જેવા પોપ્યુલર સોન્ગ ગાનાર સિંગર અરમાન મલિકે સગાઈ કરી લીધી છે. તેમણે યુટ્યુબર આશના શ્રોફની સાથે ડ્રીમી અંદાજમાં સગાઈ કરી છે.
બોલિવુડના ફેમસ સિંગર અરમાન મલિકે સગાઈ કરી લીધી છે. તેમની સગાઈ સેરેમનીના ફોટો સામે આવ્યા છે. 8 ઓગસ્ટ 2023એ યુટ્યુબર અને વ્લોગર આશના શ્રોફની સાથે તે આ બંધનમાં બંધાઈ ગયા. બન્નેએ એકદમ ડ્રીમી અંદાજમાં સગાઈ કરી. સિંગરે સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી અને સગાઈની ગુડન્યૂઝ આપી.
- Advertisement -
ઈન્સ્ટા પોસ્ટ કરી આપી ગુડ ન્યૂઝ
28 વર્ષના અરમાન મલિકે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર પોસ્ટ કરતા લખ્યું, “અમારો આ હંમેશાનો સાથ હવે શરૂ થઈ રહ્યો છે.” આ તસવીરોમાં અરમાન ભાવી દુલ્હનિયા Aashna Shroffને સગાઈની વીંટી પહેરાવતા જોવા મળી રહ્યા છે. અરમાન મલિકે ઝહર, બોલ દો ના ઝરા, પહેલા પ્યાર, મુઝકો બરસાત બના લો, મેં રહૂં યા ના રહૂં જેવા સુપરહિટ ગીત ગાયા છે.
View this post on Instagram- Advertisement -
બોલિવુડે આપી અરમાન મલિકને સગાઈની સુભકામના
આ રોમેન્ટિક તસવીરોને જોતા જ અરમાન મલિકના તમામ મિત્ર અને સેલેબ્રિટિઝે તેમને શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધુ છે. ઈશાન ખટ્ટરે લખ્યું, “Awww તમને બન્નેને ખૂબ શુભકામનાઓ.” ત્યાં જ રિયા ચક્રવર્તીએ પણ કપલને શુભકામનાઓ આપી છે. ઈશા ગુપ્તા, ઝરીન ખાન, નીતિ મોહન, તારા સુતારિયા, અહાના કુમરાથી લઈને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સે પણ તેમને ખૂબ શુભકામનાઓ આપી છે.