શુભમન ગિલે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી અને હવે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ સદી ફટકારી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં શુભમન ગીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટવાળી પોતાની એ લય જાળવી રાખી અને ગઇકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બેટિંગ કરતી વખતે તેણે IPL કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી. સાથે જ આ સિઝનની શરૂઆતમાં તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 94 રન પર અણનમ પરત ફર્યો હતો.
ગિલે ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો
શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેના બેટની ગુંજ આખી દુનિયામાં સંભળાતી થઈ છે. 23 વર્ષનો આ યુવા ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. એવામાં હવે ગઇકાલે શુભમન ગિલે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી અને આ સાથે તેણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે જે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ બનાવી શક્યા નથી.
- Advertisement -
𝐒 𝐟𝐨𝐫 𝐒𝐓𝐄𝐋𝐋𝐀𝐑, 𝐒 𝐟𝐨𝐫 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋, 𝐒 𝐟𝐨𝐫 𝐒𝐇𝐔𝐁𝐌𝐀𝐍 ⭐#GTvSRH | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/pXPwLDMfU4
— Gujarat Titans (@gujarat_titans) May 16, 2023
- Advertisement -
ગિલે શાનદાર ઇનિંગ રમી
શુભમન ગિલ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઇનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે વિસ્ફોટક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ગિલે આખા મેદાન પર સ્ટ્રોક માર્યા હતા અને માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ 58 બોલમાં 101 રન બનાવ્યા જેમાં 13 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જણાવી દઈએ કે આઈપીએલમાં ગિલની આ પ્રથમ સદી છે.
એક જ વર્ષમાં ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારી
શુભમન ગિલ એક જ વર્ષમાં ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી ફટકારી હતી. હવે આઈપીએલમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ, ODI, T20 અને IPLમાં એક પણ વર્ષમાં સદી ફટકારી શક્યા નથી.
Special moment on a special night 💜⚡️ pic.twitter.com/vJeBEptH0A
— Shubman Gill (@ShubmanGill) May 15, 2023
103 રનની ઇનિંગમાં માત્ર એક સિક્સર ફટકારી
આ સાથે જ શુભમન ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 103 રનની ઇનિંગમાં માત્ર એક સિક્સર ફટકારી હતી. તે IPLમાં ત્રીજો એવો બેટ્સમેન બની ગયો છે, જેમાં તેણે પોતાની સદીની ઇનિંગ્સમાં માત્ર એક સિક્સર ફટકારી હોય. તેની પહેલા વિરાટ કોહલી અને શિખર ધવન આ કરી ચુક્યા છે.