-‘સારાભાઈ vs સારાભાઈ’ અને ‘ખિચડી’ જેવા શો થી સેમ્સ થયેલ જેડી મજીઠીયા એવરેસ્ટ બેઝ કેમ્પ ચઢી ગયા અને ત્યાં પંહોચીને તિરંગો લહેરાવ્યો હતો.
જેડી મજીઠીયા એટલે જમનાદાસ મજીઠીયા ટીવીની દુનિયામાં એકથી વધુ સફળ શો કર્યા છે અને ઘણું નામ કમાયું છે. એમને આપણે ‘સારાભાઈ vs સારાભાઈ’ અને ‘ખિચડી’ જેવા શો જોયા છે અને એમનું કિરદાર અત્યાર સુધી દરેક લોકોના મનમાં છાપ છોડી ગયું છે પણ હવે જેડી મજીઠિયાએ જે પરાક્રમ કર્યું છે તે જાણીને દરેક લોકો ચોંકી ગયા છે. જણાવી દઈએ કે જેડી મજીઠિયા 54 વર્ષની ઉંમરે એવરેસ્ટના બેઝ કેમ્પ પર ચઢી ગયા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
એવરેસ્ટના બેઝ કેમ્પ ચઢી ગયા જેડી મજીઠીયા
હાલ જેડી મજીઠીયાએ એવરેસ્ટના બેઝ કેમ્પની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાંથી એક તસવીરમાં તે ત્રિરંગો લહેરાવતો જોવા મળી રહ્યો છે. જેડી મજીઠિયાએ લખ્યું કે તેઓ વિશ્વમાં ટોચ પર હોવાનો અનુભવ કરી રહ્યા છે. તેમની ખુશીનું કોઈ સ્થાન નથી. જણાવી દઈએ કે જેડી મજીઠિયાને એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચઢવામાં 11 દિવસ લાગ્યા હતા.
જેડી મજીઠિયાની આ સફળતાથી દરેકને આશ્ચર્ય થયું છે અને લોકો તેમના વખાણ કરી રહ્યા છે. ગૌતમ રોડે, દીપશિખા નાગપાલ અને અદા ખાન સહિત ઘણા સેલેબ્સે જેડી મજીઠિયાને અભિનંદન આપ્યા અને વખાણ કર્યા છે. આ સાથે જ તેને જણાવ્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ બેઝકેમ્પ પર ચઢતી વખતે પોતાનું ધ્યાન ભટકાવવા માટે તે ગાતો રહ્યો અને અને ચઢતો રહ્યો.
View this post on Instagram
જેડી એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા પછી તિરંગો લહેરાવ્યો
જેડી મજીઠિયાએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા બાદ ક્લાઈમ્બીંગની તસવીરો શેર કરી હતી. તેણે લખ્યું- ‘એવરેસ્ટ બેઝ કેમ્પની 11 દિવસની ટ્રેનિંગ પછી હું આવો દેખાતો હતો. હું ખૂબ જ ખુશ છું અને બાકીની તસવીરો દ્વારા હું વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ સમયે હું કેવું અનુભવી રહ્યો છું.
જેડીએ 6ઠ્ઠી મેના રોજ ટ્રેકની શરૂઆત કરી હતી
જેડીએ લગભગ એક અઠવાડિયા પહેલા તેના ટ્રેકની શરૂઆતનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક પહાડી વૃદ્ધ મહિલા સાથે હસતો જોવા મળે છે. જેડી કહે છે કે ફોટો ક્લિક કરવાનું અને વીડિયો બનાવવાનું કોને પસંદ નથી. જેડીએ 6 મેથી ટ્રેકની શરૂ કરી હતી. અભિનેતાએ એક વીડિયો શેર કર્યો હતો જેના કેપ્શનમાં લખ્યું હતું કે- ‘બકેટ લિસ્ટ પૂર્ણ કરવાની શરૂઆત.’