-પછી કરવત વડે અનેક ટુકડા કરી નાખ્યા: માત્ર પગ મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 56 વર્ષીય વ્યકિતએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી તેની મ પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ મૃતદેહના કટરથી ટુકડા કર્યા હતા અને લાશના ટુકડાને કુકરમાં નાખીને બાફીને પછી તેને મિકસરમાં પીસી લીધા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘરમાંથી હત્યામાં વપરાયેલી તમામ સામગ્રી જ કરવામાં આવી છે.
- Advertisement -
આ ઘટના મીરા ભાયંદર લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી. યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની મ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈધ સાથે રહેતા હતા. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી દુગધ આવવા લાગી હતી ત્યારપછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતીનયાનગર પોલીસે યારે ઘરની તપાસ કરી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની અટકાયત કરી છે. આ મામલે મોડી રાત સુધી નયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી. આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ આ ટુકડાઓ કટર મશીનથી કાપવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.