ખાસ-ખબર સંવાદદાતા
રિયલ એસ્ટેટ, ખાસ કરીને હાઉસિંગ પ્રોપર્ટી માર્કેટમાં માંગ તેજીથી વધી રહી છે. તેમાં ગછઈંની મોટી ભૂમિકા રહેલી છે. માત્ર ત્રણ વર્ષમાં ભારતીય હાઉસિંગ સેક્ટરમાં ગછઈંનો હિસ્સો બમણો થઇ ગયો છે. હવે દરેક પાંચમું લક્ઝરી મકાન ગછઈં ખરીદી રહ્યાં છે. કોવિડ પહેલા પ્રીમિયમ અને લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ગછઈંનો હિસ્સો 10% હતો જે હવે 20% થઇ ચૂક્યો છે.
ઇન્ડિયા સોદબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટીના એક સરવે અનુસાર, કોવિડ બાદ ભારતના ઇંગઈંનું પણ રિયલ એસ્ટેટમાં રોકાણ વધ્યું છે. તેમાંથી મોટા ભાગના ગછઈં છે. દેશના તમામ મોટા ડેવલપર્સ અને બિલ્ડર્સ પણ ગછઈં ગ્રાહકો પર ફોકસ વધારી રહ્યાં છે. એનઆરઆઇ પણ એટલે જ ભારતમાં ઘરની ખરીદી કરી રહ્યાં છે જેથી કોઇ કારણસર દેશમાં પરત ફરવું પડે તો રહેવા માટે પ્રોપર્ટી મળી શકે. સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર ડીએલએફના ચીફ બિઝનેસ ઑફિસર આકાશ ઓહરી અનુસાર, તેમના માટે અમેરિકન ગછઈં સૌથી મોટા ગ્રાહક છે.
- Advertisement -
આ 5 કારણોથી ગછઈં દેશમાં મકાન ખરીદી રહ્યાં છે 1. રિયલ એસ્ટેટ સેક્ટર પહેલાથી વધુ વ્યવસ્થિત અને ભરોસાપાત્ર છે 2. આધુનિકીકરણથી પ્રોપર્ટીનું સર્ચિંગ, પૂછપરછ અને ખરીદી વધુ સરળ બની છે 3. રૂપિયાની તુલનામાં ડોલરની વેલ્યૂ વધવાથી પ્રોપર્ટી લેવી સસ્તી છે. 4. આગામી કેટલાક વર્ષોમાં પ્રોપર્ટીને કારણે જોરદાર રિટર્ન અને ભાડુ મળવાના અણસાર 5. નવા પારદર્શી નિયમો અને સરળ ટેક્સ વ્યવસ્થાથી આકર્ષણ
1 વર્ષમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટ 68% વધ્યું
વર્ષ 2021ની તુલનાએ 2022માં દેશમાં મકાનોનું વેચાણ 68% વધ્યું છે. રિસર્ચ ફર્મ મોર્ડોર અનુસાર, આ વર્ષે ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ અંદાજે 22 લાખ કરોડ રૂપિયા થઇ શકે છે. આગામી 5 વર્ષ સુધી તે વાર્ષિક 25.60% વધતા 68 લાખ કરોડના સ્તર પર પહોંચવાનું અનુમાન છે.