જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.આ અંગે સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સૈનાનું એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જેમાં સુરક્ષાદળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. બીજી બાજુ આ ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ પણ થયો છે.
- Advertisement -
જમ્મુ-કાશ્મીર પોલીસે આપી માહિતી
આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે જણાવ્યું હતું કે, કાશ્મીરના બારામુલામાં એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન સુરક્ષા દળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો. કહેવાઈ રહ્યું છે કે, આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
Jammu and Kashmir | An encounter has started at Najibhat crossing in Kreeri area of Baramulla. Police and Army on job. Further details shall follow: Kashmir Zone Police
- Advertisement -
— ANI (@ANI) May 25, 2022
સીમા પારથી હથિયારોની કરવામાં આવી સપ્લાઈ
સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આતંકવાદીઓ કાશ્મીર ઘાટીમાં પોતાની યોજનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે, જેને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના કામ કરી રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓ પણ આવા જ પ્રયાસમાં હતા.સરહદ પારથી મોટી માત્રામાં હથિયારો મોકલવામાં આવી રહ્યા છે, ભૂતકાળમાં આતંકવાદીઓએ અમરનાથ યાત્રાને લઈને પણ ધમકી આપી હતી. એટલા માટે સુરક્ષા દળો સતત સક્રિય છે અને આવી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.