ભારતમાં કેટલાક લોકો એસિડિટી અને ગેસની સમસ્યાથી પીડાય છે, જેના કારણે સામાન્ય દિવસની ગતિવિધિઓમાં પણ તકલીફ સામે આવે છે. આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે આ થવું સામાન્ય છે, જેના માટે આપણે એવી આદતોને બદલવી પડશે, જે આપણું હેલ્થ બગાડે છે અને એસિડિટીનું મોટું કારણ બને છે.
- Advertisement -
સાંજે અને સવારે ના કરો આવી ભૂલ
જો તમે ચાના શોખીન છો અને સવારે ખાલી પેટે ચા પીવાનું પસંદ કરો છો તો તેના કારણે એસિડિટીની સમસ્યા ઉદભવે છે. ખાલી પેટે ચા પીવાથી શરીર પર નેગેટિવ અસર થાય છે, જેનાથી એસિડિટી સિવાય ગભરામણ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે.
આ ચીજવસ્તુઓથી પણ રહો દૂર
- Advertisement -
માત્ર ચા જ નહીં પણ કેટલીક એવી ફૂડ આઈટમ છે, જેમનું સેવન સવારના સમયે ખાલી પેટે ન કરવું જોઈએ, જેમાં મસાલેદાર વસ્તુઓ, હોટ કોફી, વધુ તેલવાળું ભોજન, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓથી દૂરી બનાવવી જોઈએ.
એસિડિટીથી બચવા સવારે શું કરવું જોઈએ
– જો વગર ચાએ સવારમાં તમને ચાલે એમ ન હોય તો ચામાં આદું નાખી પી શકાય. આનાથી એસિડિટીની સંભાવના ઓછી થશે.
– સવારે અને સાંજે નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, આનાથી પેટમાં ગેસ નહીં બને અને પાંચનતંત્ર પણ ઠીક રહેશે.
– સવારના સમયે બોઇલ્ડ ઈંડાં ખાવાથી પેટને લગતી તકલીફો પણ દૂર થશે.
– લીલાં શાકભાજી પણ તમારા હેલ્થ માટે સારાં હોય છે એટલે સવારે પણ તમે લીલાં શાકભાજી ખાઈ શકો છો.