કાલે મહા આરતીમાં શહેરના મહાનુભાવોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મધ્યમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલા શહેરના હાર્દ સમા સર્વેશ્ર્વર ચોક ખાતે સતત સાતમાં વર્ષે ગણપતિ મહોત્સવનું સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે મંગળા આરતી, સાંજે મહા આરતી તથા રાત્રે શયન આરતી કરવામાં આવે છે.
સર્વેશ્ર્વર ચોક કા રાજા ગણપતિ મહોત્સવના ચોથા દિવસે પણ દુંદાળા દેવના દર્શન કરવા ભક્તજનો બ્હોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાલની મહા આરતીમાં રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દિપકભાઇ કારીયા, જાણીતા બિલ્ડર રાજુભાઇ પટેલ(રાજુ આતા), મોર્ડન ગૃપના મુકેશભાઇ દોશી, તમામ મહાનુભાવો પોતાના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતીનો લાભ લીધો હતો. તેમજ આજે સવારની આરતીમાં શ્રી શ્રી એકેડમીની પ્રી સ્કુલના 125 જેટલા ભૂલકાઓએ ભાગ લીધો હતો. તેમજ ભગવાનના ગીતો પર ઝૂમ્યા હતા.
- Advertisement -
સર્વેશ્ર્વર ચોક કા રાજા કા દર્શન નહીં કિયા તો કુછ નહીં કિયા તેવું ભક્તોના મુખે ચર્ચાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા બાપ્પાના દર્શને આવી રહ્યા છે. વિશાળ પંડાલમાં સ્વચ્છતા જાળવાતી હોવાથી દર્શને આવનાર દર્શનાર્થીઓ પણ આયોજકોની પ્રશંસા કરી રહ્યા છે. આ આયોજનને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.